રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્તરાયનું જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કચેરીમાં ઇન્સ્પેક્શન માટે આગમન

  • April 09, 2026 10:12 AM 


રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્તરાયનું જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કચેરીમાં ઇન્સ્પેક્શન માટે આગમન

કડક અધિકારી તરીકે ઓળખાતા આઇજી નિર્લિપ્તરાયના આગમનથી જામનગરમાં ગુનેગારોમાં ચિંતા


રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્તરાય આજે જામનગર પહોંચ્યા હતા. તેઓ જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કચેરીએ પહોંચતા એસ.પી. ડો. રવિ મોહન સૈની તેમજ ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા ફૂલના બુકે આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો.

રેન્જ આઇજી દ્વારા ગ્રામ્ય ડીવાયએસપી કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે તેઓ જામનગર આવ્યા છે. કડક અધિકારી તરીકે ઓળખાતા નિર્લિપ્તરાય થોડા દિવસો પહેલા પણ જામનગરની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે કેટલાક ચોક્કસ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને એક ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરાવી હતી.

ફરી એકવાર તેમના આગમનથી જામનગરના કેટલાક ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application