જામનગર : મેઘપરના નકલી નોટના પ્રકરણમાં રાજસ્થાની શખ્સની અટક

  • April 16, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ↵

જામનગર : મેઘપરના નકલી નોટના પ્રકરણમાં રાજસ્થાની શખ્સની અટક


​​​​ટેકનીકલ સોર્સના આધારે ટીમ શિકરથી ઉપાડી લાવી : સધન પુછતાછ


થોડા દિવસો પહેલા મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં નકલી નોટનો ગુનો નોંધાયો હતો જેમાં નાસતા ફરતા એક આરોપીને ટેકનીકલ સોર્સ અને બાતમીના આધારે રાજસ્થાન શિકર ખાતેથી પકડી પાડીને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.


રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા મદદનીશ પોલીસ અધીક્ષક લાલપુર વિભાગ પ્રતીભા દ્વારા ગંભીર ગુનામાં ફરાર શખ્સોને શોધી કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતું.


મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના ગુનાના કામે પકડાયેલ ભારતીય ચલણી નોટની નકલી નોટો સપ્લાય કરનાર આરોપી બુલેશકુમાર ઉર્ફે બબલેશ ગુજર રહે. શિકર રાજસ્થાનવાળો નાસતો ફરતો હોય જેની હયુમન સોર્સ અને ટેકનીકલ રીતે તપાસ આદરવામાં આવી હતી દરમ્યાન મેઘપર પીઆઇ પી.ટી. જયસ્વાલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વિરેન્દ્રસિંહ, હેડ કોન્સ. લાખનસિંહ, કોન્સ પ્રદિપસિંહ અને મહાવીરસિંહની ટીમ બનાવીને આરોપીની તપાસ અર્થે રાજસ્થાન રવાના થઇ હતી.


દરમ્યાનમાં હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહએ આરોપી બબલેશ સાથે ઇન્સ્ટાગ્રામમાં સતત સંપર્કમાં રહી અને તપાસમાં ગયેલી ટીમ દ્વારા આરોપી બુલેશકુમાર ઉર્ફે બબલેશ મહાવીરપ્રસાદ ગુજરને પીપરાલી સર્કલ, શિકર રાજસ્થાન ખાતેથી પકડી ધોરણસર અટક કરેલ છે. અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News