જામનગરના ગોકુલનગર પાણાખાણ શેરી નં. ૫માં મકાન બાબતે ચાલી રહેલા ઝઘડામાં ગઇકાલે બે પરિવાર વચ્ચે પાઇપ, ધોકા વડે મારામારી થઇ હતી, જેમાં મહિલાઓ સહિતનાઓને નાની મોટી ઇજા થયાની સામ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના દરેડ ગામની ગોકુલધામ સોસાયટીમાં રહેતા જોસનાબેન જગદીશભાઇ લીંબડ (ઉ.વ.૩૮) નામની મહિલાએ જુનુ મકાન ગોકુલનગર પાણાખાણ શેરી નં. ૫ ખાતે આવેલ હોય જે વિજયસિંહ કુંવરસિંહ ચુડાસમાને વેચી દીધેલ હોય અને આ વિજયસિંહ તે મકાન ફરીયાદીના દિયર ડોલરભાઇને વેચી દીધેલ હોય ફરીયાદીનો સામાન તે મકાનમાં પડેલો હોય આથી ફરીયાદી તથા તેના પતિ અને સાસુ સામાન ભરવા જતા આરોપીઓએ સામાન લેવાની ના પાડીને ઝઘડો કરવા લાગ્યા હતા.
દરમ્યાનમાં ક્રિષ્નાબેને પાઇપ વડે જોસનાબેનને કપાળ અને શરીરના ભાગે માર માર્યો હતો, ડોલરે ધોકા વડે માર માર્યો હતો તથા સાસુ તથા પતિ બચાવવા જતા તેમને પણ પાઇપ ઝીંકી દીધો હતો અન્ય આરોપીઓએ જગદીશભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરીયાદીના નણંદ વસંતબેન બચાવવા જતા આરોપી દંપતિએ ઢીકાપાટુનો માર મારેલ હતો.
બાદમાં સારવાર માટે જી.જી. હોસ્પીટલ આવતા ફરીયાદીને કપાળના ભાગે ટાંકા અને શરીરે મુંઢ ઇજા, ફરીયાદીના સાસુને આંગળીમાં ફ્રેકચર તથા નણંદને મુંઢ ઇજા પહોચ્યાની સારવાર કરવામાં આવી હતી, આ અંગે જોસનાબેને ડોલર મંગા લીંબડ, ક્રિષ્નાબેન ડોલર લીંબડ, જોસના ખોળુભાઇ રાંદલપરા અને યોગેશ ખોળુભાઇ રાંદલપરા રહે. બધા જામનગરની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે પાણાખાણ શેરી નં. ૫માં રહેતા ડોલર મંગાભાઇ લીંબડ (ઉ.વ.૩૯)એ વળતી ફરીયાદ સીટી-સી ડીવીઝનમાં જગદીશ મંગા લીંબડ, તણ જગદીશ લીંબડ, જોસનાબેન જગદીશ લીંબડ, શારદાબેન મંગા લીંબડ, વસંતબેન સુખદેવ તંબોલીયા અને કાજલબેન સુખદેવ તંબોલીયાની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ કરી હતી.
જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદી અને આરોપીને ઘણા સમયથી મકાન બાબતે ઝઘડો ચાલતો હોય જેમાં આરોપી જગદીશે મકાન વિજયસિંહને વેેચી દીધુ હતુ અને તે મકાન ફરીયાદીએ ખરીદેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ પાઇપ, ધોકા વડે ડોલરભાઇને માર માર્યો હતો તથા ફરીયાદીના સાસુને ધોકો હાથમાં ઝીંકી દીધો હતો, ઉપરાંત અન્ય આરોપીઓએ ફરીયાદીના સાસુ તથા ફરીયાદીના પત્નીને અપશબ્દો બોલી શરીરે માર માર્યો હતો.
દરમ્યાન ૧૦૦ નંબર પર ફોન કરતા વસંતબેન અને કાજલે જતા જતા ફરીયાદીને કહેવા લાગેલ કે ટાંટીયા ભંગાવી નાખવા છે, જીવતો નથી રહેવા દેવો એમ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા, બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMરિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
November 19, 2024 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech