જામનગર : સદગુરૂ ભીમસાહેબની પુણ્યતિથિ નિમિતે ખીલોસ ખાતે વિવિધ કાર્યક્રમો
સદગુરૂ ભીમસાહેબની પુણ્યતિથિ નિમિતે તા.૧૫-૪-૨૬ બુધવારના રોજ ખીલોસ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ, અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે.
જામનગરનાં ફલ્લા પાસે આવેલ ખીલોસ ગામ ખાતે ૧૫ એપ્રિલ બુધવારના રોજ સવારે ૯ વાગ્યે ઘ્વજારોહણ, સાંજે ૭ વાગે મહાઆરતી, ૭.૩૦ બાદ મહાપ્રસાદ અને રાત્રે ૮ વાગ્યે સંતવાણી યોજાશે.
ખીલોસ ખાતે યોજાયેલા સંતવાણીમાં સંતવાણીના આરાધક કરસનદાસ સાગઠીયા, હેમત પરમાર, મથુરભાઇ કણજારીયા, હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળા, મંજીરાના માણીગર હિતેશ પરમાર, પ્રવિણભાઇ સાધુ, હંસરાજભાઇ બોરીચા, તબલાવાદકમાં લાલદાસ ધ્રુમાણી, રવિ યાદવ, અને વિપુલ સોઢા જયારે વાયોલીન વાદક તરીકે મહેશભાઇ વાઘેલા, બેન્જો વાદક ઉદયભાઇ ડાંગર રમઝટ બોલાવશે.
ભીમસાહેબની જગ્યા ખીલોસ ખાતે યોજાનારા આ વિવિધ કાર્યક્રમોમાં તમામ ભાવીકોને ઉપસ્થિત રહેવા સાધુ મુળદાસભાઇ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.