જામનગરમાં પ્રીમોન્સુનની કામગીરી થવાના એંધાણ: ભુગર્ભનાં ઢાંકણા ન ખોલવા અનુરોધ
કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૨૦૨૦ મશીનની સફાઇની કામગીરી શરૂ: દરરોજ સેંકડો ટન કચરો નીકળતો હોવાની વિગતો બહાર આવી, પ્રીમોન્સુનની કામગીરીમાં દર વખતે ફરીયાદ આવતી હોય આ વર્ષે યોગ્ય કામગીરી થાય તે માટે આયોજન જરૂરી
જામનગર કોર્પોરેશન દ્વારા દર વર્ષે આશરે ૫૦ લાખના ખર્ચે પ્રીમોન્સુનની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં ભુગર્ભ ગટર, નદી-નાળા, પુલની સાફસફાઇ કરવામાં આવે છે ત્યારે ભુગર્ભ ગટર વિભાગ દ્વારા શહેરમાં પ્રીમોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરરોજ મશીનોની સફાઇની કામગીરી કરાય છે. તેમાંથી સેંકડો ટન કચરો નીકળતો હોવાની પણ ફરીયાદો ઉઠી છે.
જામનગર મહાનગરપાલિકાના હદમાં સમાવિષ્ટ થતા અલગ અલગ વિસ્તારોમાં હાલના તબક્કે ભુગર્ભ ગટર કાર્યરત કરવામાં આવેલ છે.ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતી અને સલામતીના ભાગરૂપે શહેરની જનતાને ભૂગર્ભ ગટર ના ઢાંકણા નહી કરવામાં આવી છે.
તા.૧૦/૦૪/૨૦૨૬ થી તા.૧૫/૦૬/૨૦૨૬ સુધીમાં જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભગટર શાખા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી સબબ કુલ ૧૨૦૨૦ મશીનહોલ ની તથા સેક્શનની સફાઈ કામગીરી હાલે ચાલુ છે. જેમાંથી ૫૮૬ મશીનહોલ તથા સેકશનની સફાઈ કરતા અંદાજીત ૧૦ ટન લેંજ/કાર્ટિંગ કાઢવામાં આવેલ છે. જે હાલે કામગીરી ચાલુ છે. આ કામગીરી તા.૧૫/૦૬/૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર છે.
જે વિસ્તારોમાં ભુગર્ભ ગટર કાર્યરત હોય તેના ઉંડાણવાળા મશીનહોલ અને ચેમ્બરોના ઢાકણાઓ ચોમાસાની ઋતુ દરમ્યાન અને ચાલુ વરસાદે ન ખોલવા કારણ કે, ચાલુ વરસાદે ઢાંકણા ખોલવાથી અકસ્માત થવાની તેમજ અકસ્માતે મૃત્યુ થવાની સંભાવના રહે છે. તેમજ વરસાદી પાણીની સાથે સાથે માટી તથા કચરો ભુગર્ભ ગટરમાં જવા પામે છે. અને તેના કારણે ભુગર્ભ ગટર ચોકઅપ થવાના અને નુકસાન થવા ના પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
ચોકઅપ થવાના કારણે ભુગર્ભ ગટરમાંથી પસાર થતું વપરાશી ગંદુ પાણી ઓવરફલો થઈ બહાર નીકળી રસ્તા ઉપર ફેલાય છે અને તેના કારણે ગંદકી થવાની અને રોગચાળો ફેલાવવાની પણ સંભાવના રહેલી છે. કાનૂની જોગવાઈઓ અનુસાર પણ વરસાદી પાણી ભુગર્ભ ગટરમાં ઠાલવવાની કે નાખવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે. જે બાબત ને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ જે જગ્યાએ ભુગર્ભ ગટર કાર્યરત હોય તેવા વિસ્તારોમાં આવેલ મેઈન લાઈનના ઉંડાણવાળા ભુગર્ભ ગટરના મશીનહોલ /ચેમ્બરોના ઢાંકણાઓ ન ખોલવા.
જે વિસ્તારોમાં ભુગર્ભ ગટરનું કામ પૂર્ણ થયેલ ન હોય અથવા ચાલુ હોય તેમજ ભુગર્ભ ગટરને કાર્યરત કરવામાં આવેલ ન હોય તે વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા ની પૂર્વે મંજુરી વગર ભુગર્ભ ગટરમાં ગંદા વપરાશી પાણીનો નિકાલ કરવા અર્થે ગેરકાયદેસર જોડાણો આપ્ય થી ગંદા વપરાશી પાણીનો નિકાલ ન હોવાના કારણે ઓવરફલો થવાના પ્રશ્નો રહે છે. આવા કિસ્સામાં ગેરકાયદેસર જોડાણ કરનારની જવાબદારી નક્કી કરી પગલાં ભરાશે.
સુપ્રીમ કોર્ટની કાનૂની જોગવાઈઓ અનુસાર સેપ્ટિક ટેંક, ભુગર્ભ ગટરના મશીનહોલો અને ચેમ્બરોમાં સફાઈ તેમજ જોડાણો કરવા અંગે કોઈપણ વ્યક્તિએ અંદર ઉતરવું નહિ કે કોઈ પણ સફાઈ કામદારને ઉતારવા નહિ કારણ કે, આવા સેપ્ટિક ટેંક, મશીનહોલ અને ચેમ્બરોમાં રહેલ ઝેરી ગેસોના કારણે અકસ્માત અને જાનહાની થવાની શક્યતા રહે છે. જેથી જે કોઈ આ બાબતે ભંગ કરશે તેની સામે કડક ફોજદારી પગલા લેવાશે.
ભૂગર્ભ ગટરના કોઈ પણ મશીન હોલમાં અંદર ઉતારવાની સખ્ત મનાઈ છે. જો કોઈ માણસ ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી કરવા અંદર ઉતરે કે એવી કોઈ અસુરક્ષિત કામગીરી કરતો જણાય તો ૧૪૪૨૦ ફોન નંબર ઉપર સંપર્ક કરવો. તેમ કાર્યપાલક ઈજનેર (ભૂગર્ભ ગટર શાખા) જામનગર મહાનગરપાલિકાની યાદી માં જણાવાયું છે.
જામનગર શહેરમાં દર વર્ષે ભુગર્ભ ગટર, નાળા, નદી સફાઇ, સહિતની કામગીરી કરવામાં આવતી હોય, લગભગ બે મહિનામાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને વરસાદી પાણી ન ભરાય તે માટે આયોજન કરવામાં આવે છે. અને મોટી ગટરો અને નાળા જેસીબીથી સાફ કરવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનની ભુગર્ભ ગટરની કામગીરી કેટલાક કોન્ટ્રાકટરને કારણે નબળી દેખાય છે, રાજકીય લોકોનાં પણ કોન્ટ્રાકટ હોવાના કારણે લોટ પાણી ને લાકડા જેવા કામો થતા હોવાની બુમરેંગ સામે આવતી હોય છે ત્યારે આ વખતે આવી કામગીરી યોગ્ય પ્રમાણમાં થાય તે અંગે પણ કોન્ટ્રાકટરોને સુચના આપવી જોઇએ તેમ બોલાઇ રહ્યું છે.