જામનગર જિલ્લામાં હાજર થયેલા ૯ પોલીસ ઇન્સ્પેક્ટરો ની જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નિમણૂક અપાઈ

  • April 04, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં હાજર થયેલા ૯ પોલીસ ઇન્સ્પેક્ટરો ની જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નિમણૂક અપાઈ

જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ દ્વારાજામનગર જિલ્લામાં તાજેતરમાં હાજર થયેલા ૯ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો ને વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ અને મજબૂત બનાવવા માટે આ નિયુક્તિઓ કરવામાં આવી છે.

જામનગરમાં સીટી “એ” ડિવિઝન પોલીસ મથકમાં પી.આઈ. વી.એમ. ડોડીયાને મુકવામાં આવ્યા છે. જ્યારે સીટી “બી” ડિવિઝન ખાતે એન.એમ. ગઢવી, ટ્રાફિક શાખામાં એસ.વી. ચૌધરી, જોડીયા પોલીસ સ્ટેશન ખાતે  પી.એન. ખાચર, જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે એન.બી. ચૌહાણ ને મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત એરપોર્ટ સિક્યુરિટી ખાતે  જે.પી. સોઢા, એએચટીયુ ખાતે  એ.વી. પીપરોતર, અને આઈયુસીએડબ્લ્યુ ખાતે આર.બી. સોલંકી ને નીમવામાં આવ્યા છે. આ નિમણૂકોને કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સશક્ત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application