સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પરશુરામ એવોર્ડ -૨ યોજાયો

  • April 13, 2026 06:50 PM 

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પરશુરામ એવોર્ડ -૨ યોજાયો

માં બાપ ને ભુલશો નહીં નાટ્યોત્સવ દિકરીઓ દ્વારા રજૂ કરાયું.


ભૂદેવોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ની ઉજવણીના ભાગરૂપે તા.૧૨/૪/૨૬ રવિવારના રોજ શહેરના કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે માં બાપ ને ભુલશો નહીં નાટ્યોત્સવ જગદીશભાઈ પાઠકની ટીમની દિકરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.


ત્યારબાદ જામનગરના બ્રહ્મસમાજ પરિવાર માંથી વિવિધ ક્ષેત્રેમાં જેવી કે રમત ગમત, સાહિત્ય, કલાકૃતિ, સાંસ્કૃતિક, પત્રકારત્વ, સામાજીક પ્રવૃતિઓ, ગીત સંગીત, સંસ્કૃત વગેરે ક્ષેત્રેમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તે રત્નોને પરશુરામ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

પરશુરામ એવોર્ડ પ્રાપ્ત કરનાર પત્રકાર ભરતભાઈ રાવલ, પત્રકાર સંજયભાઈ જાની, પત્રકાર વિષ્ણુભાઈ દવે, હાર્દિકભાઈ ભટ્ટ, હર્ષભાઈ જોષી,વેદાંત દવે, પ્રતિક્ષાબેન જોષી, રમેશચંદ્ર જાની, ધ્રુવાંશી જાની, તૃપ્તિબેન દવે, સંજયભાઈ જાની, સુનિલભાઈ ત્રિવેદી, વેદ પંચોલી, બિંદિયાબેન ઓઝા, મિતેશભાઈ મહેતા, દર્શનભાઈ ઠક્કર, વિરલભાઈ નાકર, કપિલભાઈ પંડ્યા, અશોકભાઈ ભટ્ટ, પરિમલભાઈ ભટ્ટ, ખ્યાતિબેન પંડ્યા જોષી, રવિભાઈ જોષી,  રશ્મિનભાઈ ત્રિવેદી, ભાવનાબેન જોષી, નટુભાઈ ત્રિવેદી, હિરેનભાઈ વરણવા , રાજુભાઈ જોષી, આરૂષિબેન દવે, મયુરભાઈ નાખવા, હાર્દિકભાઈ ત્રિવેદી બ્રહ્મસમાજ માંથી ૨૮ અને અન્ય સમાજમાંથી ૨ કુલ ૩૦ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં અંતે અલ્પાહાર ની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ બંને કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી વિવિધ બ્રહ્મસમાજની સંસ્થાના આગેવાનો સહિત બહુ મોટી સંખ્યામાં બ્રહ્મસમાજ ભાઈઓ બહેનો પરિવાર સહિત ઉપસ્થિત રહી આયોજકનો ઉત્સાહ વધાર્યો હતો.


આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતનભાઈ ભટ્ટ, ટ્રસ્ટી જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, સિમિતભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, કિરીટભાઈ ઠાકર, રાજેશભાઈ ઠાકર, સમીરભાઈ જોષી, બીપીનભાઇ દવે,જીતેન્દ્રભાઈ જોષી, શૈલેષભાઈ મોઢા, દેવેન્દ્રભાઈ શુકલ,કમલેશભાઈ ભટ્ટ, જીતેશભાઈ વ્યાસ,વિરલ ત્રિવેદી, પ્રણવ રાવલ, વિમલ મહેતા, વિનય મહેતા,કપિલ રાવલ, કેતન જોષી, નિરવ મહેતા, જાંમ્બાલી રાવલ, અર્ચનાબેન જોષી, મનીષાબેન જોષી, ધરતીબેન વ્યાસ, હિનાબેન ઠાકર, જયેષ્ઠાબેન જોષી, વાસંતીબેન ઠાકર, ઉષાબેન જોષી, જાહ્નવીબેન શુકલ, રક્ષાબેન ભટ્ટ, નીતાબેન મહેતા,માધવીબેન વ્યાસ, દિપાલીબેન રાવલ, વિદ્યાબેન મહેતા સહિત વગેરે સંસ્થાના ભાઈઓ બહેનો સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News