રાણના ગ્રામજનો માટે નલ સે જલ દુર્લભ

  • April 17, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં છેલ્લા ઘણાં સમયથી અનિયમિત રીતે પાણી મળી રહ્યું છે, ભરઉનાળે પાણીની તકલીફના લીધે મહિલાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે, શિયાળા અને ચોમાસા કરતા ઉનાળામાં પાણીનો વપરાશ પણ વધારે પ્રમાણમાં થતો હોવાથી પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાના કારણે અને એ પણ અનિયમિત રીતે મળતો હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે, આ બાબતે પાણી પૂરવઠા બોર્ડ તથા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી ઉકેલ આવ્યો નથી.
કલ્યાણપુર તાલુકાના સોળ હજાર વસ્તી ધરાવતા રાણ ગામને નલ સે જલ યોજનાની બડી બડી વાતોની વચ્ચે છેલ્લા એક માસથી લોકોને નળમાં પાણીના દર્શન જ ન થતાં ગ્રામ્ય આગેવાને પાણી પૂરવઠા બોર્ડ અને કલેકટરને રજૂઆત કરી જળ સમસ્યા ઉકેલવા માંગણી કરી છે.
રાણ ગામના ભૂતળમાં મોળુ અને ખા‚ પાણી નીકળે છે. આ બધાને મીઠા પાણી માટે નર્મદા યોજના પર અવલબિત રહેવું પડે છે. પણ સમસ્યા એ છે કે અગાઉ આઠ દસ દીવસે પાણી મળતુ હતુ. પણ છેલ્લા કેટલાય દિવસથી મતલબ કે ૩૦-૩૫ દિવસથી પાણી આપવામાં આવ્યું નથી લોકોએ નળમાં છેલ્લા એક માસથી નળમાં જળના દર્શન કર્યા જ નથી. 
અહીના કુવા અને બોર નિર્જળ બની ગયા છે. અને જેને પાણી આવે છે. એને ખારૂ પીવા લાયક ન હોય એવુ પાણી આવે છે. અહી ખંભાળિયા દ્વારકા નર્મદા મેઈન લાઈનમાં ભાટીયા સમ્પમાં નર્મદાના નીર આવે છે અને એ પછી આગળ જુવાનપુર સમ્પમાં આવ્યા બાદ ગામડાઓને પાણી મોકલવામાં આવે છે. એવુ પણ સંભળાય છે કે જે ગામના આગેવાનો બોલકા હોય એને પાણી વધારે મળે છે અને જે ન બોલે એની ઉપેક્ષા કરીને પર્યાપ્ત પ્રમાણમાં પાણી આપવામા આવતું નથી. ગામની વસતીને માથા દિઠ સીતેર લીટર લેખે પાણીની જ‚રિયાત રહે છે પણ અહી ગામના લોકોને એક લીટર પણ પાણી મળતું નથી.લોકો પાણીની શોધમાં જયાં ત્યાં વલખાં મારી રહ્યા છે. આ સમસ્યા આજકાલની નથી પણ છેક ૨૦૧૬થી ચાલતી આવે છે છતાં સંવેદનશીલ સરકાર કે સંવેદનશીલ અધિકારીઓએ કોઈજ ઉકેલ આપ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application