જામનગર: રુપિયાના સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી મોબાઇલની ઉઠાંતરી 

  • March 30, 2026 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: રુપિયાના સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી મોબાઇલની ઉઠાંતરી 

​​​​​​​
જામનગર મહાનગરપાલિકામાં ચાલતી કચરા ગાડીનો એક વાહન ચાલક કે જે પોતાના હસ્તકની કચરા ગાડી  ‚પિયાના સર્કલ પાસે ઊભી રાખીને બાજુમાં કચરો એકત્ર કરવા માટે ગયો હતો, જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલ પુ‚ષ અને તેમની સાથે એક મહિલા જોવા મળી હતી. જે પૈકી મહિલાએ મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી. 

ડબલ સવારી બાઈકમાં બાળકને બેસાડીને આવેલા જેઓએ બંને પોતાના મોઢા પર કપડું બાંધેલું હતું, અને મહિલા પાછળ બેઠી હતી. જેણે કચરા ગાડી પાસે બાઈક ઉભૂં રખાવ્યા બાદ કચરા ગાડી પાસે પહોંચી હતી, અને ઉપર હાથ નાખી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી અને ચૂપચાપ બાઈક ચાલુ કરીને  ત્યાંથી નાસી ગયા હતા.

આ ઘટના બાદ આગળ જતા દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં ઉપરોક્ત બાઇક સવાર પૈકી એક વાહનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરીને લઈ જતા હોવાના ફૂટેજ મળ્યા હતા. જેથી આખરે આ મામલો પોલીસને સોંપવામાં આવ્યો છે, અને હાલ કુટેજના આધારે શોધખોળ ચલાવવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application