અજાણ્યા શખ્સ સામે શંકા દર્શાવતી ફરીયાદથી પોલીસ તપાસ
જામનગર નજીક સાપર પાટીયા પાસે રહેતી એક સગીરા ભેદી રીતે લાપતા બનતા અપહરણ કરી ગયાની ફરીયાદ પોલીસ દ્વારા નોંધીને તપાસ લંબાવવામાં આવી રહી છે.
મુળ એમપીના ધાર જીલ્લાના વતની અને હાલ શાપર પાટીયા પાસે જીવીઆઇ કોલોનીમાં રહેતા પ્રેમસિંહ નામના યુવાનની ૧૫ વર્ષ ૮ માસ અને ૧૭ દિવસની ઉમરની પુત્રી ગત તા. ૨૩-૩-૨૬ના સમય દરમ્યાન ગુમ થઇ જતા શોધખોળ આદરવામાં આવી હતી દરમ્યાન કોઇ પતો મળ્યો ન હતો આથી કોઇપણ રીતે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયો હોવાની શંકા દર્શાવતી ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
સગીરા આશરે ૪ ફુટની ઉંચાઇ, વાને ઘઉવર્ણી અને શરીરે કાળા ગુલાબી ડીઝાઇનવાળો ડ્રેસ અને લેગીસ પહેરેલ છે. જાહેર થયેલી વિગતોના આધારે સિકકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.