ખંભાળીયા પોલીસે વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો

  • April 13, 2026 04:36 PM 

ખંભાળીયા પોલીસે વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો


બે તસ્કરને ઝડપી પાડી બે મોટરસાયકલ રિકવર કર્યા 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી વાહન ચોરીની ઘટનાઓમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુન્હાઓ શોધી કાઢવા આપવામાં આવેલી સૂચના અન્વયે ખંભાળીયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. હાથલીયા અને સર્વેલન્સ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી.


ચોરીની પ્રથમ ઘટનામાં, ખંભાળીયાની સહયોગ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં રાખેલું મોટરસાયકલ (જીજે-૧૦-જે-૦૭૩૭, કિંમત ૧૫,૦૦૦) કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયા અંગે તા. ૦૯/૦૪/૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુન્હાના કામે સર્વેલન્સ સ્ટાફે નેત્રમ સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી સાહીલ ઉર્ફે ઈમરાન હુસૈનભાઈ સંઘાર (ઉ.વ. ૨૦, રહે. સલાયા) નામના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનું મોટરસાયકલ રિકવર કર્યું હતું.


તપાસ દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અન્ય એક આરોપી સમીરભાઈ હુશેનભાઈ સંધાર (ઉ.વ. ૨૦, રહે. સાલાય) ને પણ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે સિક્કા પાટીયા પાસેથી પણ એક લાલ કલરનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (જીજે-૧૦-સીએ-૫૨૭૩) ચોરી કર્યું હતું. આ મોટરસાયકલ અંગે તપાસ કરતા તે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુન્હાનું હોવાનું ખુલ્યું હતું, જેથી પોલીસે કલમ ૧૦૬ મુજબ આ મુદ્દામાલ કબજે કરી મેઘપર પડાણા પોલીસને જાણ કરી છે.


આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા, પીએસઆઈ એમ.જે. સાગઠીયા, એએસઆઈ હેમતભાઈ નંદાણીયા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ જાડેજા, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા અને કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જાડેજા તથા અરજણભાઈ આંબલીયા જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News