કલ્યાણપુર તાલુકાનાં ધતુરીયા ગામની સીમમાં આવેલ રામાપીરનાં મંદીરે એસ.ઓ.જી. દ્વારકાના એ બે સરકારી પંચો સાથે બાતમીનાં આધારે રેઈડ કરતાં રામાપીરનાં મંદીરે મારખી કરશનભાઈ વારોતરીયા હાજર હતા અને તેમનાં કબજાનાં રૂમમાં અભેરાઈ પર કોથળીમાંથી ગાંજો મળી આવ્યો હતો તથા મંદીરની જગ્યાનાં પીલોર પાસે ગાંજાનાં વાવેતરના છોડવા મળી આવેલ હોય, જેનું કુલ વજન ૧.૮૩૩ કી.ગ્રા. થયેલ, જે પોલીસે કબજે લઈ સ્થાનીકેથી આરોપી મારખી કરશનભાઈ વારોતરીયાની અટક કરી તેમની વિરુધ્ધ એસ.ઓ.જી. દ્વારકાના એ.એસ.આઈ. આર.એમ. જાડેજાએ એન.ડી.પી.એસ.ની કલમો મુજબ ફરીયાદ આપેલ હતી.
ત્યારબાદ તપાસનાં અંતે આરોપી સામે ચાર્જસીટ કરવામાં આવેલ, જે અંગેનો કેસ ખંભાળીયાની એડી. સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલની દલીલ તથા ઉચ્ચ ન્યાયાલયનાં ચુકાદાઓ ધ્યાને લઈ એડી. સેસન્સ જજ એસ.જી. મનસુરીએ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે, આરોપી તરફે વકીલ જીતેન્દ્ર કે. હીન્ડોચા તથા અભિષેક એન. ધ્રુવ રોકાયા હતા.