ચૂંટણી પૂર્વે જામનગર પોલીસ એક્શન મોડમાં: સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતે પોલીસનું મેગા 'કોમ્બિંગ'

  • April 08, 2026 11:11 AM 


ચૂંટણી પૂર્વે જામનગર પોલીસ એક્શન મોડમાં: સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતે પોલીસનું મેગા 'કોમ્બિંગ'


એસપી ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી સિટી-એ ડિવિઝનનો સપાટો; ટ્રાફિક નિયમોના ભંગ બદલ અનેક વાહનો ડિટેઈન, અસામાજિક તત્વોમાં ફફડાટ


જામનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જામનગર પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ગત રાત્રિએ સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન "કોમ્બિંગ" હાથ ધરવામાં આવ્યું હતું.


સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક પહેરો સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI વી.એમ. ડોડીયા, PSI વી.આર. ગામેતી, PSI એમ.એન. રાઠોડ અને પોલીસ કાફલાએ શહેરના મુખ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં નીચે મુજબના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતાદરબારગઢ નાકા બહાર (પાંચ હાટડી)ઘાંચીની ખડકી અને ખોજા નાકા વિસ્તારસુમરા ચાલી અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તારમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.


કોમ્બિંગ દરમિયાન પોલીસે વાહન ચાલકોના લાયસન્સ અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી.બ્લેક ફિલ્મ ફોર-વ્હીલર ગાડીઓમાંથી બ્લેક કાચ હટાવવામાં આવ્યા ધ્વનિ પ્રદૂષણ ફટાકડા ફોડતા અને અવાજ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરના પગલાં લેવાયા.નિયમ ભંગત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ અને 'ધૂમ' સ્ટાઈલથી બાઇક ચલાવતા તત્વોને દંડાયા. ડિટેઈન આ કાર્યવાહી દરમિયાન 12 થી વધુ બાઇક ડિટેઈન કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો.

મોડી રાત સુધી જમાવડો કરનારાઓમાં નાસભાગ થઈ ગઈ.

જાહેર સ્થળો કે દુકાનો પાસે મોડી રાત સુધી ટોળા વળીને બેસતા અને જમાવડો કરતા શખ્સો સામે પણ પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસના કાફલાને જોઈને અનેક અસામાજિક તત્વો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.પોલીસની આ આક્રમક કામગીરીને પગલે નિયમોનો ભંગ કરનારા અને રોમિયોગીરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application