ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

  • May 09, 2025 02:59 AM 

@ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મધ્યરાત્રે પણ હાજર


જામનગર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ, મનપા સીટી ઈજનેર ભાવેશ જાની સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.તેમજ તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે.


આ અંગે માહિતી આપતા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 0288-2553404 પર સંપર્ક કરી શકાશે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application