જગત મંદિર દ્વારકા ૫૬ સીડીએ આધુનિક એસ્કેલેટર

  • April 11, 2026 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગત મંદિર દ્વારકા ૫૬ સીડીએ આધુનિક એસ્કેલેટર

અનંત અંબાણી દ્વારા લેવાયો એક મહત્વપૂર્ણ નિર્ણય:વૃધ્ધો,દિવ્યાગોને થશે રાહત


યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ દ્વારકાધીશજી મંદિરે દર વર્ષે લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે.પૌરાણિક માન્યતા મુજબ ભક્તો પહેલા પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરે છે અને ત્યારબાદ છપ્પન સીડી ચડી સ્વર્ગદ્વાર મારફતે જગતમંદિરમાં પ્રવેશ કરી શ્રીજીના દર્શન કરે છે.
આ પરંપરા શ્રદ્ધા અને આ આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી છે, જે ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ આ છપ્પન સીડી ચઢવી વૃદ્ધો, દિવ્યાંગો તેમજ નાના બાળકો સાથે દર્શન કરવા આવેલી મહિલાઓ માટે ઘણી વખત કષ્ટદાયક બની રહે છે. 


ખાસ કરીને ભીડભાડ અને તહેવારો દરમિયાન આ મુશ્કેલી વધુ વધી જાય છે આવી પરિસ્થિતિમાં ભક્તોને સુવિધા અને સુરક્ષા પુરી પાડવા માટે અનંત અંબાણી દ્વારા એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પહેલ અંતર્ગત સંભવત સ્વર્ગદ્વાર વિસ્તારની છપ્પન સીડી પાસે આધુનિક એસ્કેલેટર સ્થાપિત કરવાની સુચિત યોજના અમલમાં મુકાઈ રહી છે. આ સુવિધા એવી રીતે વિકસાવવામાં આવશે કે જે ભક્તો પરંપરાગત રીતે પગપાળા સીડી ચડીને દર્શન કરવા ઇચ્છે છે તેઓ માટે સીડી યથાવત રહેશે, જ્યારે અશક્તો, વૃદ્ધો અને અન્ય જરૂરિયાતમંદ યાત્રાળુઓ એસ્કેલેટરનો ઉપયોગ કરી સરળતાથી મંદિરમાં પ્રવેશ મેળવી શકશે.


જોકે હજુ એસ્કેલેટર કઈ જગ્યાએ ફીટીગ કરવામાં આવશે તે હજી સ્થળ સંપૂર્ણપણે નક્કી પણ કરવામાં આવ્યુ નથી. જાણવા માહિતી અનુસાર પરિસરમાં મળતી શારદામઠ સંભવિત છપ્પન સીડી પાસે પણ લગાડવામાં આવી શકે અને એસ્કેલેટરનુ કામ કરવામાં આવી શકે. જે હવે આગામી થોડા સમયમાં જ બહાર આવશે.


ઉપરાંત, યાત્રાળુઓને સર્વાંગી માટે સુવિધા પૂરી પાડવા બહુઆયામી વિકાસ યોજનાઓ પણ હાથ ધરવામાં આવી છે. આધુનિક યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ સમગ્ર પહેલનો મુખ્ય હેતુ ભક્તોની ધાર્મિક ભાવનાને અક્ષુણ્ય રાખીને તેમને વધુ સુવિધાસભર અને સુખદ યાત્રાનો અનુભવ આપવાનો છે. અનંત અંબાણીની આ પહેલ આધુનિકતા અને પરંપરાનો સમન્વય રજૂ કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News