જામનગરની ડી.કે.વી. કોલેજમાં ઇન્ટર્નશીપ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.
કેમેસ્ટ્રી વિભાગના ૧૫ વિદ્યાર્થીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પૂર્ણ કરેલી ઇન્ટર્નશીપ માટે પ્રમાણપત્ર એનાયત.
જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના કેમિસ્ટ્રી વિભાગના બી.એસ.સી. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં ૧૫ વિદ્યાર્થીઓએ તા. ૩૧/૦૧/૨૦૨૬ થી તા. ૧૩/૦૨/૨૦૨૬ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ઇન્ટર્નશીપ પૂર્ણ કરી હતી.
આ ઇન્ટર્નશીપના અનુસંધાને તમામ વિદ્યાર્થીઓને ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. પી.વી. બાણગોરિયા તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટ, કે.આર. માલવીયા (લેબ હેડ/વૈજ્ઞાનિક અધિકારી) અને એમ.જે. મકવાણા (વૈજ્ઞાનિક અધિકારી) ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ કોલેજના કેમિસ્ટ્રી વિભાગના ડો. સુજિર એન. જોષી (પ્રોફેસર અને હેડ), ડો. પરેશ એસ. ઓઝા (એસોસિયેટ પ્રોફેસર), ડો. કાજલ એચ. નાંઢા (સહાયક પ્રોફેસર) અને ડો. મેહુલ આર. કટેશિયા (સહાયક પ્રોફેસર) દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.