જામનગરમાં રૂા. 8 લાખના ચેક રીટર્ન કેશમાં મહીલા આરોપીનો નીર્દોષ છુટકારો

  • March 21, 2024 08:58 PM 

@"જામનગરમાં રૂા. 8 લાખના ચેક રીટર્ન કેશમાં મહીલા આરોપીનો નીર્દોષ છુટકારો "


આ કેશની હકીકત એવી છેકે આ કામના ફરીયાદી વિરલસિંહ હરેન્દ્રસિંહ જેઠવાના ઓએ આ કામના આરોપી રેખાબા વીજયસિંહ જાડેજા સામે રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપીયા પાંચલાખ પૂરા અન રૂા. ૩,૦૦,૦૦૦/- અંકે રૂપીયા ત્રણલાખ પૂરા આરોપીને સબંધના દાવે હાથ ઉછીના આપેલા અને તે અંગે આપેલા ચેકો રીટર્ન થતાં ફરીયાદી વીરલસિંહ હરેન્દ્રસિંહ જેઠવા એ જામનગરના મહે. ૭ એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં આરોપી રેખાબા વીજયસિંહ જાડેજા વિરૂધ્ધ રૂા.૫,૦૦,૦૦૦/- તથા રૂા. ૩,૦૦,૦૦૦/- ના ચેક રીર્ટન થયા અંગની બે અલગ અલગ ફરીયાદો કરેલ. આ ફરીયાદો થતા આરોપી ને સમન્સ થતા આરોપીએ પોતાંના વકીલ અશોક એચ.જોશીને રોકેલ અને ગુના અંગે ઈન્કાર કરેલ અને કેશ આગળ ચાલેલ.


આ કેસો ચાલતા ફરીયાદીને તપાસવામાં આવેલ તેમજ ફરીયાદીએ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ જયારેઅને ફરીયાદીના વકીલે કેસ સાબીત કરેલ છે તેવી દલીલો કરેલ જયારે આરોપી તરફે કુલ પાંચ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ અને આરોપી ના વકીલ શ્રી અશોક એચ. જોશીએ એવી રજુઆત કરેલ કે ફરીયાદી પોતાનો કેશ ની:શંક પણે સાબિત કરી શકેલ નથી તેમજ વીશેષ દલીલો કરતા જણાવેલ કે, આરોપીને કઈ જરૂરીયાત માટે પૈસાની જરૂરીયાત હતી અને પૈસા કયારે આપેલ તેનો કોઈ ઉલ્લેખ નોટીસ કે ફરીયાદ કે તેમની જુબાનીમાં જણાવેલ નથી તેમજ વીવાદીત ચેક ની સીરીઝ બતાવી અને દલીલ કરેલ કે સદર ચેક પછીનો ચેક સને ર૦૧૮ મા પાસ થયેલ છે જે જોતા ચેકો નો દુરઉપયોગ થયા નું સ્પષ્ટ થાય છે. પાછળથી ચેકનો દુર ઉપયોગ કરેલ છે અને હાલના આરોપી વિરૂધ્ધ ખોટી હકીકતો શાથેની ખોટી ફરીયાદ કરેલ છે જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઈએ.


ઉભય પક્ષની રજુઆતો ધ્યાને લઈને આરોપી રેખાબા વીજયસિંહ જાડેજા ને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે ફરીયાદી દવારા કરવામાં આવેલ બંન્ને કેશોમા આરોપ માંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવા ૭ માં એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ વી.જે.ગઢવી સાહેબે હુકમ કરેલ.


આ કેસોં આરોપીઓ તરફે વકિલ અશોક એચ.જોશી એન્ડ અસોસીએટસ રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application