ઇરાનથી વાડીનાર પહોંચતા તેલ-ગેસ જહાજ પાછળ કરોડોનો જંગી ખર્ચ

  • April 07, 2026 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇરાનથી વાડીનાર પહોંચતા તેલ-ગેસ જહાજ પાછળ કરોડોનો જંગી ખર્ચ


આવવા-જવામાં ૬૧.૩૫ કરોડનો થાય છે ખર્ચ: શીપ માટે અલગ પ્રકારનું વધુ તાકાતવાળુ બંકર ફયુઅલ ઇંધણ વાપરવામાં આવે છે.


મીડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની ધાર્યા કરતા વધુ વિપરીત અસર વિશ્ર્વ પર પડી છે, પાકિસ્તાન, નેપાળ, જેવા કંગાળ દેશોમાં તો લોકડાઉન શરૂ થઇ ગયા છે, ભારતમાં હજુ સુધી મોંઘવારીમાં વધારો થવા સિવાય બીજી કોઇ આડઅસર પડી નથી, ઉદ્યોગો ઠપ્પ જરૂ ર થયા છે પરંતુ યુદ્ધ હજુ લાંબુ ચાલે તો સ્થિતિ વણસવાની ભીતી છે. અગાઉ એક અહેવાલમાં જણાવી ચુકયા છીએ કે ભારતમાં પ્રતિમાસ કાચા તેલ અને ગેસના કુલ ૨૯ શીપની જરૂરિયાત રહે છે, જેના પ્રમાણમાં હાલમાં ઘણા ઓછા શીપ આવી રહ્યા છે. દરમ્યાનમાં ઇરાનથી જામનગર જિલ્લાના વાડીનાર બંદર સુધી પહોંચવા એક શીપ પાછળ કેટલો ખર્ચ થાય છે તેની રસપ્રદ વિગતો સામે આવી છે અને ખર્ચનો આંકડો કરોડો પર પહોંચ્યો હોવાનો નિર્દિષ્ટ થાય છે. 


ઈરાનથી ભારત સુધી ક્રૂડ ઓઇલ લાવવા માટે વિશાળ સમુદ્રી ટેન્કર વપરાય છે. ઘણા લોકો માને છે કે આ જહાજો આપણી કારમાં વપરાય છે એવા જ પેટ્રોલ કે ડીઝલ પર ચાલતા હશે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. આ વિશાળ જહાજો સામાન્ય ડીઝલનો ઉપયોગ કરતા નથી, પરંતુ તેના બદલે એક ખાસ પ્રકારના ભારે બળતણ પર ચાલે છે, જેને બંકર ફ્યુઅલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે શું અને કેવું હોય છે અને એ વાપરવામાં કેટલો ખર્ચ થાય છે.
ક્રૂડ ઓઇલને રિફાઇન કર્યા બાદ બચેલો સૌથી જાડો ભાગ તે  આ તેલ એટલું ગાઢ અને ચીકણું હોય છે કે તેને વહી શકે એટલું પાતળું બનાવવા માટે એન્જિનમાં મોકલતા પહેલા લગભગ ૮૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કરવું પડે છે. આ ભારે તેલ સામાન્ય ડીઝલની સરખામણીમાં લગભગ ૩૦ ટકા જેટલું સસ્તું પડે છે, અને તેમાં ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. મોટા જહાજોના એન્જિન ખાસ આ પ્રકારના બળતણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, કારણ કે આ લાંબા અંતરની મુસાફરી માટે આ તેલ જ સૌથી વધુ કિફાયતી સાબિત થાય છે.


ઈરાનના ખાર્ગ ટાપુથી ગુજરાતના વાડીનાર બંદર સુધીનું અંતર લગભગ ૧,૧૦૦ થી ૧૨૦૦ દરિયાઈ માઈલ (નોટિકલ માઈલ) છે. એક ટેન્કર જહાજ આ મુસાફરી પૂરી કરવામાં ૪ થી ૬ દિવસનો સમય લે છે. આ મુસાફરી દરમિયાન જહાજ તેની ગતિ અને કદ પ્રમાણે દરરોજ આશરે ૩૦ થી ૬૦ મેટ્રિક ટન બળતણ વાપરે છે.
આમ, એક તરફી મુસાફરીમાં કુલ ૧૫૦ થી ૩૦૦ મેટ્રિક ટન (એટલે કે લગભગ ૧૫૦,૦૦૦ થી ૩૦૦,૦૦૦ લિટર) બળતણ ખર્ચાય છે. હાલમાં આ બળતણની કિંમત ગ્રેડ પ્રમાણે ૬૪૦ થી ૬૫૦ પ્રતિ લિટર છે. આપણે સરેરાશ ૬૪૫ ગણીએ તો એક તરફી મુસાફરીનો ખર્ચ ૧૫૦,૦૦૦ લિટર માટે ૬૬૭.૫ લાખ અને ૩૦૦,૦૦૦ લિટર માટે ૬૧.૩૫ કરોડ જેટલો થાય છે.


આટલું ભારે તેલ બાળવાથી પ્રદૂષણ પણ ભારે માત્રામાં થાય છે. પરંતુ હવે નવા નિયમો અને ટેકનોલોજીને કારણે આમાં ફેરફાર થઈ રહ્યો છે. જૂના જહાજો જ્યાં ભારે પ્રદૂષણ કરતા હતા, ત્યાં આધુનિક જહાજોમાં ઓછા સલ્ફરવાળું ઈંધણ  અથવા તેનો ઉપયોગ થવા લાગ્યો છે, જેનાથી ઝેરી વાયુઓનું પ્રમાણ ઘટે છે. તેમ છતાં, ખર્ચ ઓછો હોવાને કારણે આજે પણ મોટાભાગના જહાજોનો જ ઉપયોગ કરે છે. આ બળતણની બચત જ તેલ કંપનીઓના નફા અને આપણા પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application