શુક્રવારથી ત્રણ દિવસ હીટવેવની આગાહી: તાપમાન ૩૬.૫ ડીગ્રી

  • April 21, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવારથી ત્રણ દિવસ હીટવેવની આગાહી: તાપમાન ૩૬.૫ ડીગ્રી


દિન પ્રતિદિન વધતી ગરમીના કારણે લોકો થયા પરેશાન: આજ સવારથી ગરમીનો માહોલ જોવા મળ્યો


જામનગર સહિત સમગ્ર હાલારમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધતો જાય છે. ત્યારે આજે સવારે ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારથી જામનગર સહિત સૌરાષ્ટ્રમાં રવિવાર સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ મહતમ તાપમાન ૪૦ ડીગ્રી ઉપર પણ થઇ જશે. 


કલેકટર કચેરીનાં કંટ્રોલનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૬.૫ ડીગ્રી, ઓછામાં ઓછુ ર૩.૬ ડીગ્રી,  હવામાં ભેજ ૭૦ ટકા, પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. 


તંત્ર દ્વારા ગરમી વધે તો શું કરવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જિલ્લા કલેકટરે દ્વારકા ડિસ્ટ્રીકટ હીટ એકશન, ટાસ્ક ફોર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આરોગ્યને લગતી વિપરીત અસરથી બચવા ભારપુર્વક જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત જાહેર સ્થળોએ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવા પણ જણાવાવમાં આવ્યું હતું. આમ, ગરમીથી બચવા હાલારમાં સરકાર દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 


મોટે ભાગે એપ્રિલ મહિનાની તા.૧૫ પછી ગરમીનો પારો વધતો જાય છે. જેને કારણે લોકો પરેશાન પણ થાય છે હવે શુક્રવાર તા.૨૪ થી ૨૬ એટલે કે મતદાન સુધી અસહ્ય ગરમી રહેશે એવી આગાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ગરમીથી બચવા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ડોકટરોના કહેવા મુજબ બપોરે ૧૨ થી ૪ દરમ્યાન જ‚રી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવુ અને ચક્કર કે ગભરામણ જેવુ થાય તો લીંબુ પાણી, ઓઆરએસ પી લેવું અને તાત્કાલિક અસરથી દર્દીએ નજીકની સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવું.


થોડા દિવસ પહેલા ગરમીનો એક રાઉન્ડ આવ્યો હતો ત્યારબાદ ગરમી ઓછી થતા લોકોએ રાહતનો દામ ખેંચ્યો હતો. પરંતુ હવે ફરીથી હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રનાં કેટલાક શહેરોમાં તાપમાન ૪૦ ડીગ્રીને પાર કરી ગયુ હતું. ખાસ કરીને રાજકોટનું તાપમાન ૩ દિવસ સુધી સતત ૪૨ ડીગ્રી રહ્યું હતું. હવે ફરીથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે તેથી લોકોમાં પણ ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News