હનુમાન જયંતિ નિમિત્તે બાલા હનુમાન મંદિરમાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

  • April 02, 2026 01:51 PM 

હનુમાન જયંતિ નિમિત્તે બાલા હનુમાન મંદિરમાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

​​​​​​​બાલા હનુમાન મંદિર. આજે હનુમાન જયંતિ નિમિતે સવારથી જ ભક્તો શીશ ઝુકાવવા બાલા હનુમાન મંદિરે પહોંચ્યા હતા, નૂતન ઘ્વજારોહણ, પ્રસાદ વિતરણ અને મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે અને ભક્તોએ જય હનુમાનના નારા લગાવ્યા હતા. આજે બપોરે મહાઆરતીના કાર્યક્રમોમાં બાલા હનુમાન ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના અન્ય હોદ્દેદારો આરતીમાં જોડાયા હતા, જામનગરથી આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં રામભક્તોએ આરતીમાં ભાગ લીધો અને લોકોને ટ્રસ્ટ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગઇકાલે રાત્રે બાલા હનુમાન મંદિરને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો, આજે રાત્રે યોજાનારી આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application