જામનગર : બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું

  • April 21, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું


જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.


બેડેશ્વર ખાતે સંજય મીલની પાછળની ગલીમાં આરોપી મનસુખભાઈ રામાભાઈ સોલંકી (ઉ.વ. ૩૪), રહે. રાંદલનગર, નવાઘામ ઘેડ, જામનગર જાહેરમાં ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસનું રીફિલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી આસપાસના લોકોના જીવને જોખમ ઊભું થયું હતું.


પોલીસે સ્થળ પરથી ગેસના ભરેલા બાટલા નંગ ૪, અર્ધભરેલો બાટલો નંગ ૧, ખાલી બાટલા નંગ ૩ તેમજ બે લોખંડની નોઝલ મળી કુલ રૂપિયા ૧૬,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીને નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News