પ્રમુખ પદ માટે સંજય જોશી વિજેતા જાહેર થયા હતા. નોંધપાત્ર બાબત એ છે કે સંજય જોશી સતત 10મી વખત ખંભાળિયા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા છે.

ઉપ પ્રમુખ પદ માટે રામ જામ તેમજ તરુણ વિઠલાણી વિજેતા બન્યા હતા. જ્યારે સેક્રેટરી પદે સંજય માતંગ અને ટ્રેઝરર પદે ધારા કાનાણી વિજેતા જાહેર થયા હતા.

ચૂંટણી પ્રક્રિયામાં કુલ 191 સભ્યોમાંથી 180 મત પડ્યા હતા, જે બાર એસોસિએશનના સભ્યોમાં ભારે ઉત્સાહ દર્શાવે છે. જેમાં પ્રમુખ પદના વિજેતા સંજય જોશીને કુલ 111 મત પ્રાપ્ત થયા હતા.

ચૂંટણી પૂર્ણ થયા બાદ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આવનાર કાર્યકાળ દરમિયાન બાર એસોસિએશનના વિકાસ તથા વકીલ સમુદાયના હિતમાં કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application