જામનગર જિલ્લામાં ચૂંટણીના મતદાન અને મતગણતરીના દિવસોને 'ડ્રાય ડે' જાહેર કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી.પંડ્યા

  • April 09, 2026 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ચૂંટણીના મતદાન અને મતગણતરીના દિવસોને 'ડ્રાય ડે' જાહેર કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી.પંડ્યા

મતદાનના ૪૮ કલાક પૂર્વે અને મતગણતરીના દિવસે લાયસન્સ ધરાવતા ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ તેમજ વ્યક્તિગત પરમિટ ધરાવતી વ્યક્તિઓ માટે દારૂ પીરસવા કે સંગ્રહ કરવા પર રહેશે પ્રતિબંધ

જામનગર તા.09 એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર નિષ્પક્ષ રીતે આ પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ની કલમ-૧૪૨(૧) હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ હુકમ મુજબ ચૂંટણી સંબંધિત તમામ વિસ્તારોમાં મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વેના સમયગાળો તેમજ મતગણતરીના દિવસને 'ડ્રાય ડે' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ આદેશ અનુસાર, જામનગરજિલ્લાના ચૂંટણી વિસ્તારોમાં આવેલી ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓ દારૂ રાખવા કે પૂરો પાડવાનું લાયસન્સ ધરાવે છે તેમજ વ્યક્તિગત પરમિટ ધરાવતી વ્યક્તિઓ માટે તા. ૨૪/૦૪/૨૦૨૬ના સાંજના ૧૮.૦૦ કલાકથી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રાત્રિના ૨૨.૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી પૂર્ણ થઈ પરિણામ જાહેર થાય ત્યાં સુધી દારૂના વેચાણ, વપરાશ અને પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પ્રોહિબિશન કાયદા ઉપરાંત ગુજરાત પોલીસ એક્ટની કલમ-૧૩૫ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News