જામનગર : કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ
જામનગર : કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ
April 17, 2026 12:36 PM
જામનગર : કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ
કલ્યાણપુરથી આશરે ૧૪ કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૦૪ સી.આર. ૬૧૦૨ નંબરની ટાટા નેક્સન મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. ૧૩ એચ. ૭૭૫૩ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પબાભાઈ હાજાભાઈ ચાવડા નામના વૃદ્ધને અડફેટે લેતા તેમને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ભીખાભાઈ પબાભાઈ ચાવડા (ઉ.વ. ૩૫. રહે. શેઢા ભાડથર, તા. ખંભાળિયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટાટા નેક્સન મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.