દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની આંકડાકીય સ્થિતિ જાહેર

  • April 13, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની આંકડાકીય સ્થિતિ જાહેર

તા. ૧૧-૦૪-૨૦૨૬ (શનિવાર) સુધીની સ્થિતિએ ભરાયેલ ફોર્મની વિગતો

દેવભૂમિ દ્વારકામાં તા. ૨૬-૦૪-૨૦૨૬ ના રોજ યોજાનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે તા. ૧૧-૦૪-૨૦૨૬ (શનિવાર)  સુધીની સ્થિતિએ ભરાયેલ ફોર્મની વિગતો અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર, દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેર કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ ૨૨ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લા પંચાયત માટે કુલ  ૧૦૮ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. 

જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ ૮૦ બેઠકો માટેની વિગતો જોઈએ તો, ખંભાળીયા તાલુકા પંચાયતની ૨૪બેઠકો, દ્વારકાની ૧૬ બેઠકો, ભાણવડની ૧૬  અને કલ્યાણપુર તાલુકા પંચાયતની ૨૪ બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં ખંભાળિયા તાલુકા પંચાયત માટે  ૮૧ ફોર્મ અને દ્વારકા તાલુકા પંચાયત માટે  ૬૧  ફોર્મ, ભાણવડ તાલુકા પંચાયત માટે ૭૬ ફોર્મ ભરાયા છે, જ્યારે કલ્યાણપુરમાં  ૧૨૨ ફોર્મ ભરાયા છે. આમ, તાલુકા પંચાયતોમાં કુલ ૮૦ બેઠકની સામે અત્યાર સુધીમાં ૩૪૦ ફોર્મ ભરાયા છે.

નગરપાલિકા સ્તરે ખંભાળિયા અને જામરાવલની સામાન્ય તેમજ સલાયા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 


ખંભાળિયા નગરપાલિકા માટે અત્યાર સુધીમાં  ૧૧૬ ફોર્મ, જામરાવલ નગરપાલિકા માટે અત્યાર સુધી  ૭૨ ફોર્મ ભરાયા છે, જ્યારે સલાયા નગરપાલિકા પેટા ચૂંટણી માટે  ૦૩ ફોર્મ ભરાયા છે. 


આમ, નગરપાલીકા સ્તરે કુલ ૬૧ બેઠકની સામે અત્યાર સુધીમાં ૧૯૧ ફોર્મ ભરાયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News