જામનગરમાં સુકું હવામાન, ૩૮.૫ ડિગ્રી ગરમીથી લોકો તોબા

  • April 13, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સુકું હવામાન, ૩૮.૫ ડિગ્રી ગરમીથી લોકો તોબા

ફકત ચાર દીવસમાં મહત્તમ તાપમાનમાં ૬.૫ ડિગ્રીનો વધારો, બપોરે અંગ દઝાડતો તાપ

ઉનાળાના આકરા મિજાજથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના કુદરતી સંચારબંધીની સ્થિતિ


જામનગરમાં હવામાન સુકું રહેતા સોમવારે ગરમી વધીને ૩૮.૫ ડિગ્રીએ પહોંચતા શહેરીજનો તોબા પોકારી ગયા છે. ફકત ચાર દીવસમાં મહતમ તાપમાનમાં ૬.૫ ડિગ્રીના વધારાથી બપોરે અંગ દઝાડતા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉનાળાના આકરા મિજાજથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના કુદરતી સંચારબંધીની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આગામી દીવસોમાં હજુ હીટવેવ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

​​​​​​​
ગત સપ્તાહનું મહત્તમ તાપમાન

        તારીખ    તાપમાન

    ૦૬ એપ્રિલ    ૩૩ ડિગ્રી
    ૦૭ એપ્રિલ    ૩૨ ડિગ્રી
    ૦૮ એપ્રિલ    ૩૨ ડિગ્રી
    ૦૯ એપ્રિલ    ૩૨ ડિગ્રી
    ૧૦ એપ્રિલ    ૩૪ ડિગ્રી
    ૧૧ એપ્રિલ    ૩૬ ડિગ્રી
    ૧૨ એપ્રિલ    ૩૬ ડિગ્રી​​​​​​​



સપ્તાહ પૂર્વે રાજયની સાથે જામનગર શહેર-જિલ્લામાં કમોસમી વરસાદથી ચૈત્ર મહીનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે ચૈત્ર મહીનામાં પણ શહેરીજનોએ ગરમીમાં રાહત અનુભવી હતી. પરંતુ વાદળો વિખેરાતા આકાશ સ્વચ્છ બનતા શહેર-જિલ્લામાં ગરમીનું જોર વઘ્યું છે. ખાસ કરીને છેલ્લાં ચાર દીવસમાં મહતમ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. જામનગરમાં રવિવારે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયું હતું. પરંતુ છેલ્લાં પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન મહત્તમ તાપમાનમાં ૨.૫ ડિગ્રીનો વધારો થતાં સોમવારે ૩૮.૫ ડિગ્રી ગરમીથી શહેરીજનો તોબા પોકારી  ગયા હતાં. જયારે લઘુતમ તાપમાન ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ૧૦ થી ૧૫ કીમી પ્રતિ કલાક અને ભેજનું પ્રમાણ ૭૧ ટકા નોંધાયું હતું. છેલ્લાં ચાર દીવસમાં ગરમીમાં ૬.૫ ડિગ્રીનો વધારો થતા બપોરના શહેરીજનો આકરા તાપ અને અંગ દઝાડતી લૂ-વર્ષાનો અનુભવ કરી રહ્યા છે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની ચહલપહલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા કુદરતી સંચારબંધની સ્થિતિ જોવા મળી છે. આગામી દીવસોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્ગારા કરવામાં આવી છે ત્યારે હજુ ગરમી વધવાની શકયતા નકારી શકાતી નથી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News