જામનગર : સિંગચ ગામમાં ડીગ્રી વગરનો ડોકટર પકડાયો

  • April 14, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : સિંગચ ગામમાં ડીગ્રી વગરનો ડોકટર પકડાયો


એસઓજીની તપાસમાં ઝપટે ચડયો : દવા અને સાધનો જપ્ત


જામનગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વીના દુકાનો ખોલીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારા મુન્નાભાઇ એમબીબીએસને અગાઉ અને તાજેતરમાં પકડી લેવામાં આવ્યા હતા, ખાસ કરીને ગત વર્ષમાં જામનગર તથા દ્વારકામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો હોય તેમ એક પછી એક ઝપટમાં આવ્યા હતા, દરમ્યાનમાં જામનગર તાબેના સિંગચ વિસ્તારમાં વધુ એક બોગસ ડોકટરને એસઓજીની ટુકડીએ દબોચી લીધો છે.


જામનગર એસઓજીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે તપાસ દરમ્યાન બોગસ ડોકટર બાબતે હકીકત મળી હતી જેથી આ દિશામાં તપાસ લંબાવવામાં આવી હતી દરમ્યાનમાં મુળ પશ્ર્ચિમ બંગાળના બેટાઇ સાઉથના વતની અને હાલ સિંગચ ગામમાં રહેતા મહાનંદા કમળકંતા ગોસ્વામી (ઉ.વ.૫૧) નામનો શખ્સ ગામમાં નવી સોસાયટી વિસ્તારમાં કોઇપણ જાતની મેડીકલ ડોકટરને લગત ડીગ્રી ધરાવતો ન હોવા છતા દર્દીઓને તપાસી દવાઓ આપી આરોગ્ય સાથે ચેડા કરતો હતો.


લોકોની શારીરીક સલામતી જોખમમાં મુકાય એ રીતે કૃત્ય કરી પૈસા વસુલતો હોવાનું ઘ્યાને આવતા બોગસ ડોકટર મહાનંદાને એસઓજીએ પકડી લીધો હતો અને તેના કબ્જામાંથી દવાઓ અને સાધનો મળી ૮૪૩૪નો મુદામાલ કબ્જે કરી મેઘપર પોલીસ સ્ટેશનમાં મેડીકલ પ્રેકટીશનર્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News