ખંભાળિયામાં સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ ખાતે વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કરાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૫ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ખંભાળિયા તથા રાવલ નગરપાલિકાની સામાન્ય અને સલાયા નગરપાલિકા વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી માટે મતદાન આગામી તા.૨૬ એપ્રિલના રોજ થનાર છે.
આ ચૂંટણીઓને અનુલક્ષીને નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી ખંભાળિયામાં સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ ખાતે વિધાર્થીઓ માટે મતદાન જાગૃતિ અને શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.