સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સો.લી.ના ડીફોલ્ટર સભાસદને ૧ વર્ષની સજા-દંડ
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને ધ્રોલ તાલુકાના જાયવા ગામના રહેવાસી ઝાહીદ ફિરોઝભાઈ સુધાગુનીયાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલા હતો.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને ૧ વર્ષની જેલની સજા તેમજ રૂ.૦૩,૧૯૬ નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી જામનગરના એસપી મારફત વોરંટ ઇસ્યુ કરવા કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા,જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.