લાખા બાવળમાં ત્રિદિવસીય યોગ તાલીમનો શુભારંભ કરતાં DDO 

  • January 12, 2024 09:28 AM 

લાખા બાવળમાં ત્રિદિવસીય યોગ તાલીમનો શુભારંભ કરતાં DDO 


જામનગર: લીલાવતી નેચર ક્યોર એન્ડ  યોગ રીસર્ચ સેન્ટર લાખાબાવળ ખાતે ત્રિ દિવસીય યોગ તાલીમનો શુભારભ માન.જિલ્લા વિકાસ અધિકારી   વિકલ્પ ભારદ્વાજ સાહેબનાં અધ્ય્ક્ષ સ્થાને કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ પ્રાસંગિક સ્વાગત  વી.પી.જાડેજા દ્વારા કરવામાં આવેલ. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો એચ એચ ભાયા સાહેબે એ યોગ, પ્રાણાયામ વગેરે ની જીવનમાં ઉપયોગીતા ની  વિસ્તૃત માહિતી તાલીમાર્થીઓ ને આપી હતી અને આ યોગાની તાલીમ ગામડાનાં છેવાડાનાં માનવી સુધી પહોચે તે દિશા માં સુચના આપેલ.માન.જિલ્લા વિકાસ અધિકારી  વિકલ્પ ભારદ્વાજ સાહેબ એ પણ આ પ્રકાર ની તાલીમોનાં આયોજન બદલ આરોગ્ય પરિવાર ની પ્રશંસા કરેલ અને તમામ તાલીમાર્થી ઓને ઈચ વન ટીચ વન નું સૂત્ર સાર્થક કરવા જણાવેલ.


ડો પી એન ક્ન્નર સાહેબ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ એનસીડી ને લગતા રોગોમાં યોગના મહત્વ વિષે માર્ગદર્શન પૂરું પાડેલ.
ઉપરોક્ત તાલીમ કાર્યક્રમ માં આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી મનીષાબેન કણઝારિયા,બેડ ગામનાં સામાજીક આગેવાન વિઠલભાઈ કણજારીયા અને મહેશભાઈ કણજારીયા   જીલ્લા ક્ક્ષાએથી ટ્રેનીગ ટીમનાં ડો.સાગર માંડવીયા,ડીપીસી યજ્ઞેશ ખારેચા, આઈઇસી ઓફિસર નીરજ મોદી , તથા લીલાવતી નેચર ક્યોર સેન્ટર લાખાબાવળ નાં નેચરોપેથી કન્સલ્ટન્ટ ડો.ગરિમા દવે પણ ઉપસ્થિત રહેલ.શ્રી નીરજ મોદીએ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરતા ઉપસ્થિત સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application