જામનગર : પાયાવિહોણા આક્ષેપો બદલ વાદીનો વળતરનો દાવો નામંજુર કરતી અદાલત
જામનગરની સિવીલ કોર્ટમાં વાદી જયસુખભાઈ હીરાભાઈ રાણીંગાએ પ્રતિવાદી દીપકભાઈ ગુણવંતભાઈ ચોવટીયા વિરૂધ્ધ વળતરનો દાવો દાખલ કર્યો હતો. વાદીનો આક્ષેપ હતો કે પ્રતિવાદીએ તેમની સામે અગાઉ કરેલા ઘી નેગોશીયબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબ ચેક રિર્ટનના કેસમાં ખોટી જુબાની આપી તેમને હેરાન કર્યા હતા. એટલે કે માત્ર ઉલટ તપાસ પર આધાર રાખેલ હતો જેના બદલમાં તેમણે રૂ. ૫,૦૦,૦૦૦/- નુકશાન અને સમજૂતી કરાર મુજબના રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૭,૦૦,૦૦૦/- ની માંગણી કરી હતી.
જેમાં પ્રતિવાદી તરફે અદાલતમાં સી.પી.સી. ઓર્ડર ૭ રૂલ ૧૧ મુજબ દાવો રદ કરવાની અરજી કરી દલીલ કરી હતી, પ્રતિવાદીના વકીલ દ્વારા ધારદાર દલીલો વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ અને રજુ કરવામાં આવેલા દસ્તાવેજોને ગ્રાહય રાખી જામનગરની એડિશનલ સીનીયર સિવીલ કોર્ટ વાદીનો દાવો રદ (નામંજુર) કરવાનો હુકમ કર્યો. વાદી દ્વારા કરવામાં આવેલ રૂ. ૭,૦૦,૦૦૦/- નો વળતરનો દાવો ટ્રાયલ વિના જ રદબાતલ ઠરાવ્યુ છે આ દાવા સામે પ્રતિવાદી તરફથી ધારાશાસ્ત્રી અશ્વિન કે બારડ અને વિપુલભાઈ સી ગંઢા રોકાયેલા હતા.