જામનગરમાં દંપતીને માર માર્યો: મારી નાખવાની ધમકી દીધી

  • April 21, 2026 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં દંપતીને માર માર્યો: મારી નાખવાની ધમકી દીધી 


ભાઇ સહિત ત્રણ સામે ફરીયાદ: નાગનાથ નાકે નજીવી બાબતે પિતા-પુત્રી પર હુમલો


જામનગરના જાગૃતી કોલોનીમાં રીક્ષા લઇ જવાનો ખાર રાખીને વાહનમાં આવેલા શખ્સોએ બબાલ કરી હતી અને દંપતીને ધોકા, લાતો વડે માર માર્યો હતો જે અંગે ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે. નાગનાથ નાકે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો જેમાં પિતા-પુત્રીને માર માર્યાની મહિલા સહિત ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે. 


જામનગરના હર્ષદમીલની ચાલી પાસે આવેલ જાગૃતી કોલોની બ્લોક-૫માં રહેતા અલતાફ હનીફભાઇ ખીરા (ઉ.વ.૩૪) નામના રીક્ષા ડ્રાઇવર યુવાન દ્વારા સીટી-એ ડીવીઝનમાં બે દિવસ પહેલા હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા હાજી સુલતાન અલીમામદ ખફી, એક અજાણ્યો શખ્સ અને આસીફ હનીફ ખીરાની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદી અલતાફના ભાઇ આરોપી આસીફએ બે-ત્રણ દિવસ પહેલા ફરીયાદીની રીક્ષા આરોપી હાજી સુલતાનને આપી હતી અને ત્યાથી ફરીયાદી રીક્ષા લઇ આવેલ હોય ફરીયાદી યુવાનને તેના ભાઇ સાથે કોઇ પણ વ્યવહાર ન હોય જેનો ખાર રાખી ગત તા. ૧૮ના ફરીયાદીના ઘર પાસે આરોપીઓ બુલેટ બાઇકમાં પહોચ્યા હતા અને ધોકા અને ઢીકાપાટુ વડે ફરીયાદીને માર મારવા લાગ્યા હતા આ વેળાએ ફરીયાદીના પત્ની સાહેદ સાજીદાબેન છોડાવવા વચ્ચે પડતા એક આરોપીએ તેણીને છોલછાલ જેવી ઇજા પહોચાડી હતી અને એક આરોપી કારમાં આવીને ફરીયાદીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. 


અન્ય એક બનાવમાં જામનગરના નાગનાથ નાકે મહેશ્ર્વરી ચોક ખાતે રહેતા અરણાબેન આલાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) ના પુત્રી ગઇકાલે ઘરની બહાર કચરો નાખવા જતા પારૂલબેને ફરીયાદી સાથે બોલાચાલી કરેલ અને આ બોલાચાલી દરમ્યાન અન્ય આરોપી ઘરની બહાર આવીને ફરીયાદીના દિકરી સાથે ગાળાગાળી કરી જેથી ફરીયાદીએ શું થયુ કેમ બોલાચાલી કરે છે તેવી વાત કરતા અન્ય આરોપી ઉશ્કેરાઇ ગયા હતા એ દરમ્યાન ફરીયાદીના પતિ આવી જતા ત્રણેય આરોપીઓને સમજાવવા જતા ફરીયાદીના પતિ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.


આ વેળાએ ફરીયાદીના દિકરી વચ્ચે પડતા એક આરોપીએ તેણીને દાઢીના ભાગે પાઇપનો ઘા ઝીંકી દીધો હતો જયારે અન્ય આરોપીએ ફરીયાદીના પતિને પગમાં માર મારી ઇજા પહોચાડી ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી અરૂણાબેન દ્વારા આ અંગે સીટી-બી ડીવીઝનમાં પારૂલબેન તથા પ્રવિણભાઇ, બન્ટીભાઇ અને કિરણભાઇની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News