દ્વારકામાં ખાનગી કંપનીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ કુરંગાના શખ્સ સામે ફરિયાદ

  • April 07, 2026 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ખાનગી કંપનીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ કુરંગાના શખ્સ સામે ફરિયાદ


દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની ૩.૩૪ હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના એ.જી.એમ. એડમીન તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉત્તર પ્રદેશના રહીશ વિજયસિંહ શ્રી સીયારામ (ઉ.વ. ૪૪) એ દ્વારકા તાલુકાના કુરંગા ગામના પબા ખેતા સંધીયા નામના શખ્સ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી દ્વારા કુરંગા ગામના નવા સર્વે નંબર ૪૭૧ ની ૩-૩૩-૮૭ હેક્ટરની જમીન કે જે કંપનીની માલિકીની હોય, તે જગ્યામાં તેનો કોઈ હક્ક હિસ્સો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કબજો કરી, તેના પર કાચું બાંધકામ કરીને અનધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો હતો.


અહીં તેણે તેના પરિવાર સાથે રહેવા આવી, અવારનવાર કહેવા છતાં કંપનીની માલિકીની જમીન ઉપર દબાણ ખાલી કર્યું ન હતું. જે અંગે દ્વારકા પોલીસે આરોપી પબા ખેતા સંધીયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ) ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application