હાલારમાં વાદળો છવાયા તાપમાન ૩૨ ડીગ્રી

  • April 08, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલારમાં વાદળો છવાયા તાપમાન ૩૨ ડીગ્રી


ગઇકાલે ૫૦ કિ.મી. ની ઝડપે પવન ફુંકાયો: કાલથી તા.૧૫ સુધી ગરમી પડશે: મહતમ તાપમાન ૪૦ને પાર કરી દેશે


જામનગર સહિત સમગ્ર હાલારમાં તડકો છાંયો જોવા મળે છે ત્યારે આજે પણ કેટલાક ગામડાઓમાં વાદળો છવાયા છે, તાપમાનમાં ૧ ડીગ્રીનો વધારો થયો છે. ત્યારે આવતીકાલથી તા.૧૫ સુધી ગરમીનો માહોલ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી સામે આવી છે. ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો બદલાવ થયો હતો. અને ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. હજુ પણ સવાર સાંજ ગરમીનો માહોલ જોવા મળે છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ ‚મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૨ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૩ ડીગ્રી, હવામાં ભેજ ૬૮ ટકા, પવનની ગતિ ૪૫ થી ૫૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જામનગર શહેરમાં આજ સવારથી વાદળો છવાયા બાદ ઉઘાડ પણ નિકળ્યો છે. મળતા અહેવાલો મુજબ ગામડાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે.


કાલાવડ, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, સલાયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં પણ આજ સવારથી વાદળીયું વાતાવરણ છે, છેલ્લા કેટલાક સમયથી ઉનાળો શ‚ થઇ ગયો હોય છતાં પણ સવાર અને સાંજ ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. આવતીકાલથી ગરમી પડશે તેવી આગાહી તો કરી દેવામાં આવે છે અને એવું પણ જણાવવામાં આવ્યું છે કે તાપમાન ૪૦ ડીગ્રીને પાર કરી દેશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application