ધ્રોલ: વડાપ્રધાનના કાર્યકાળને ૧ર વર્ષ પૂરા થતાં ઉજવણીના ભાગરૂપે ધ્રોલમાં સફાઇ અભિયાન

  • June 13, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ: વડાપ્રધાનના કાર્યકાળને ૧ર વર્ષ પૂરા થતાં ઉજવણીના ભાગરૂપે ધ્રોલમાં સફાઇ અભિયાન

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સફળ નેતૃત્વ, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ધ્રોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.  

આ અભિયાન અંતર્ગત ધ્રોલ શાક માર્કેટ ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ ગોસાઈ, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, ફિરોઝભાઈ સોલંકી, ગોવિંદભાઈ દલસાણીયા તથા નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.  
​​​​​​​
સૌ પદાધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરીને શાક માર્કેટ વિસ્તારને સ્વચ્છ બનાવેલ અને નગરજનોને સ્વચ્છતા જાળવવા અંગે સંદેશ આપ્યો હતો. સ્વચ્છતામાં સહભાગિતા, સેવામાં સમર્પણના મંત્ર સાથે ધ્રોલ નગરપાલિકા સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application