દ્વારકા : સોમવારે અક્ષય તૃતિયા નિમિતે દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

  • April 15, 2026 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા : ​​​​​​​સોમવારે અક્ષય તૃતિયા નિમિતે દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર 


હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાને વિશેષ મહત્વ આપવામાં આવે છે પુનમની જેમ જ દર વર્ષે અક્ષય તૃતિયાના દિવસે સેંકડો કૃષ્ણભકતો દ્વારકાધીશને શીશ જુકાવવા આવતા હોય છે

તા.૨૦/૪/૨૦૨૬ સોમવારના રોજ અક્ષય તૃતિયા નિમિતે દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે:


સવારે ૬.૩૦ મંગલા આરતી, સવારે ૮ થી ૯ દરમ્યાન અભિષેક પુજન બાદ દર્શન બંધ ૧૦ વાગ્યે શૃગાંર આરતી, ૧૦.૧૫ વાગ્યે ગ્વાલ ભોગ, દર્શન બંધ ૧૦.૧૫ થી ૧૨ દરમ્યાન દર્શન બંધ પડદે ચંદનવાઘા શ્રૃંગાર પડદે, ૧૨ વાગ્યે અક્ષય તૃતિયા ઉત્સવ આરતી, ૧૨.૪૫ રાજભોગ (દર્શનબંધ)૧.૩૦ થી સાંજના ૫ વાગ્યા દરમ્યાન અનોસર (મંદિરબંધ) સાંજના કાર્યક્રમો રાબેતા મુજબ રહેશે તેમ વહીવટદાર દ્વારકાધીશ મંદિર અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણની યાદીમાં જણાવાયુ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News