દ્વારકામાં બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડીનો પર્દાફાશ
એલસીબી દ્વારકાની ટીમનો સપાટો : કલ્યાણપુરના શખ્સની પુછપરછમાં ચોકાવનારી વિગતો ખુલી : આશરે ૪૦૦ જેટલા લોકોના લાયન્સ તૈયાર કર્યા
દ્વારકા એલસીબીની ટીમે બોગસ ડ્રાઇવીંગ લાયસન્સનો પર્દાફાશ કર્યો છે પકડાયેલા કલ્યાણપુરના શખ્સની પુછપરછમાં ચોકાવનારી વિગતો ખુલી હતી ૩ હજારથી ૮ હજારમાં બોગસ લાયસન્સ તૈયાર કરી આપતો હતો.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ જિલ્લામાં બનતા છેતરપીંડીના બનાવો તેમજ અલગ-અલગ કૌભાંડો કરતા ઇસમો અંગે માહિતી મેળવી આવા ઇસમો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સબબ કરેલ સુચના અનુસાર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓ દ્વારા ઉપરોક્ત બાબતે અસરકારક કામગીરી કરવા તાબાના માણસોને જરૂરી માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી નાઓ ઉક્ત બાબતે એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુપ્ત રાહે જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન એલ.સી.બી. ના હે.કો. મયુરભાઇ ગોજીયા તથા હે.કો. પરેશભાઇ સાંજવા નાઓને મળેલ ખાનગી હકિકત મુજબ કલ્યાણપુરના કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઇ સોમૈયા નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ કલ્યાણપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અણસમજુ માણસોને પોતાની જાળમાં ફસાવી તેઓ પાસેથી આધારકાર્ડ, ફોટા તથા સહીના નમૂના, રોકડ તથા ઓનલાઇન પૈસા મેળવી જે આધારે ગેરકાયદેસર રીતે પોતાના મોબાઇલ ફોનમાં જ આર.ટી.ઓ. લગત બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી ગ્રામ્ય વિસ્તારના અણસમજુ અને નાદાન લોકો સાથે તથા સરકાર સાથે છેતરપીંડી આચરી ઠગાઇ કરી રહેલ છે મતલબેની હકિકત આધારે મજકુર ઇસમને કલ્યાપુર ખાતેથી એક જ લાયસન્સ નંબર વાળા અલગ-અલગ વ્યક્તિઓના નામના બોગસ ડ્રાઇવીંગ લાયસન્સો, મોબાઇલ ફોન તથા રોકડ સાથે પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી નાઓએ ઝડપી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ કલ્યાણપુર પો.સ્ટે. એ પાર્ટ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૩), ૩૧૮(૩) મુજબનો ગુનો રેકર્ડ કરાવી કલ્યાણપુર પોસ્ટે ખાતે સોંપી આપેલ છે. જેની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સપેકટર વી.એ.રાણા એસ.ઓ.જી. નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ કિશન નટરવરલાલ ઉર્ફે નટુભાઇ સોમૈયા ઉ.વ.૨૫ ધંધો પોસ્ટ ઓફીસમાં નોકરી રહે. કલ્યાણપુર સરકારી હોસ્પીટલ સામે, તા.કલ્યાણપુર જિ.દેવભુમિ દ્વારકા તેની પાસેથી કબ્જે કરેલ મુદામાલ અલગ-અલગ વ્યક્તિઓના બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૧૨, રોકડા રૂ.૫૨૦૦, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦, ડેસ્ટીની મોપેડ નંગ-૧ કિ.રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩૫,૨૦૦નો મુદામાલ મળી આવ્યો હતો.
આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એચ.જોષી, પો.સ.ઈ. બી.એમ.દેવમુરારી, એસ.વી.કાંબલીયા તથા એ.એસ.આઇ. જેસલસિંહ જાડેજા હેડ કોન્સ મયુરભાઇ ગોજીયા, ગોવિંદભાઇ કરમુર, પરેશભાઇ સાંજવા, લાખાભાઇ પીંડારીયા, શક્તિસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો જોડાયેલ હતા.
જાહેર જનતા જોગ સંદેશ :
કિશન નટરવરલાલ ઉર્ફે નટુભાઇ સોમૈયા રહે. કલ્યાણપુર જિ.દેવભુમિ દ્વારકા વાળા પાસે જે જે વ્યક્તિઓએ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવેલ છે તેઓ પોતે સ્વૈચ્છિક રીતે આગળ આવી પોલીસનો સંપર્ક કરી તપાસમાં સહકાર આપવા તેમજ આવા બોગસ આરટીઓ એજન્ટના નામે તેમજ આરટીઓમાં ટ્રાયલ આપ્યા વગર ઓરીજનલ ડ્રાઇવીંગ લાયસન્સ ઘરબેઠા મળી જશે તેવા ખોટા જાસામાં નહિ ફસાવા જાહેર જનતાને અનુરોધ જણાવવામાં આવે છે.