જામનગર : શરૂ સેકશન રોડ પર આવેલ બ્લીન્કીટ કંપનીની ફુડ વિભાગે સપ્લાય રોકી

  • April 21, 2026 12:38 PM 

 જામનગર : શરૂ સેકશન રોડ પર આવેલ બ્લીન્કીટ કંપનીની ફુડ વિભાગે સપ્લાય રોકી


આરોગ્યની સ્થિતિ અંગેનો અહેવાલ અને ફુડ લાયસન્સ રજુ ન થાય ત્યાં સુધી સપ્લાય બંધ કરવા આદેશ



જામનગર શહેરમાં શરુ સેકશન રોડ પર આવેલી બ્લીન્કીટ કંપનીની સપ્લાય પેઢીમાં કોલ્ડ સ્ટોરેજ કમ ડીલીવરીમાં ચેકીંગ કરાતા નોનવેજ અને વેજ.ની ચીજવસ્તુ એકસાથે રાખવામાં આવી હતી તે જોવા મળ્યું હતું. અને અન્ય ગંભીર બાબત પણ સામે આવી હતી.


પેઢીમાં આરોગ્યપ્રદ સ્થિતિ ન જોવા મળતા અધિકારીઓએ નોટીસ આપ્યા બાદ ફરીથી તા.૨૦-૪ના રોજ તપાસ કરી હતી અને લાયસન્સ રજુ ન થાય ત્યાં સુધી ખાદ્ય પદાર્થોની સપ્લાયની કામગીરી બંધ રાખવા ફુડ વિભાગના અધિકારીએ આદેશ આપ્યો હતો.


જામ્યુકોની ફુડ શાખાના અધિકારીઓનાં જણાવ્યા મુજબ શરુ સેકશન રોડ પર આવેલી બ્લીન્કીટ નામની પેઢીમાં કોલ્ડ સ્ટોરેજમાં ચીકન, આઇસ્ક્રીમ, પનીર, ગ્રીન બીન્સ, જેવી પ્રોડકટસ રાખવામાં આવી હતી અને ફુડ શાખાએ આની ગંભીર નોંધ લીધી હતી. તા.૧૮ના રોજ આ અંગે નોટીસ પણ આપવામાં આવી હતી.


ત્યારબાદ ફરીથી તા.૨૦ના રોજ ફુડ અધિકારી નિલેશ જાસોલીયા અને દશરથ પરમારે ફરીથી તપાસ કરતા કોલ્ડ રૂમમાં નોનવેજ અને વેજ. આઇટમો સાથે જોવા મળી હતી. આ અંગે પેઢીને નોટીસ આપી હતી. ત્યારબાદ તપાસ કરતા કેટલીક વસ્તુઓ નોટ ફોર સેલ યોગ્ય રીતે દર્શાવાયુ ન હતું.


આરોગ્યપ્રદ સ્થિતિની કે પેસ્ટ કંટ્રોલની કોઇ વ્યવસ્થા ન હતી. ઉપરાંત હાઇજેનીક કંડીશન અને વેંચાણની શરતો પુર્ણ થતી ન હોવાથી પેઢીમાં ઓનલાઇન વેંચાણ બંધ કરવા આદેશ અપાયો છે, અને જયાં સુધી લાયસન્સ રીન્યુ ન થાય અને ફુડ શાખામાં રજુઆત ન કરે ત્યાં સુધી પેઢીને વેંચાણ બંધ કરવા આદેશ આપી દેવાયો છે. 
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News