નગરના ગૌરવ સમાન પદ્મભૂષણ ક્રિકેટર વિનુ માંકડની આજે ૧૦૭ મી જન્મ જયંતિ

  • April 12, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ગૌરવસમાન પદ્દમભૂષણ ક્રિકેટર વિનુ માંકડની આજે ૧૦૭મી જન્મજયંતિ છે, તા. ૧૨-૪-૧૯૧૭ ને ગુ‚વારના રોજ જામનગર ખાતે નાગર કુટુંબમાં જન્મ થયો હતો, વિનુ માંકડના ઉપનામથી જાણીતા એવા મુળવંતરાય હિમતલાલ માંકડ પશ્ર્ચિમ ભારતની લગભગ તમામ રાજ્યોની રણજી ટ્રોફી ટીમો તરફથી રમી ચૂક્યા હતા.
૧૯૫૦ના દાયાકાના તેઓ પ્રસિઘ્ધ ઓલરાઉન્ડ હતા, ૧૯૪૬ થી ૧૯પ૯ સુધી તેઓ ઇન્ડીયાના નિર્ણાયક ખેલાડી રહ્યા હતા, તેમની પંકજ રોય સાથે ઓપનીંગમાં ૪૧૩ રનનો તેમનો રેકોર્ડ વર્ષો સુધી અતૂટ રહ્યો હતો, ભારતીય ક્રિકેટર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ર૩૧ રનનો સ્કોર રેકોર્ડ ૧૯૮૩ માં સુનિલ ગાવસ્કરે તોડ્યો હતો, ત્યાં સુધી મહત્તમ રનનો રેકોર્ડ તેમના નામે હતો.
એક જ ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર અને સદી ફટકારનાર તેઓ પ્રથમ ભારતીય ક્રિકેટર હતા, ભારત સરકારે તેમને ૧૯૭૩ માં પદ્દમભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને માયાનગરી મુંબઇ ખાતે એક માર્ગનું નામ પણ તેમના નામે કરવામાં આવ્યું હતું.
જ્યારે વિનુ માંકડની નામ લેવામાં આવે ત્યારે ક્રિકેટરસિકોને રનઆઉટ કરવાની તેમની પ્રખ્યાત પઘ્ધતિ માર્કેડીંગ અચૂક યાદ આવી જાય, ૧૯૪૭-૪૮ ના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન બીજા ટેસ્ટમાં જ્યારે વિનુભાઇ એ બોલ ફેંકતા પહેલા ક્રીજ છોડી દેતા બીલ બ્રાઉનને એકવાર ચેતવ્યા છતાં તેમણે હરકત ચાલુ રાખી હતી, ત્યારે વિનુ માંકડે ક્રીજ છોડી જનાર બીલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો, નિયમ મુજબ એ યોગ્ય જ હતું, તેમ ખુદ બ્રેડમેને કહ્યા છતાં મીડીયાએ આ રીતને આઉટબાય માર્કેડીંગ તરીકે વણવ્યું હતું અને જે તે સમયે આ ચર્ચા વિવાદનો વિષય રહી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત સર્કલ ખાતે તેમની સ્મૃતિમાં પ્રતિમા રાખવામાં આવી છે, દર વર્ષે ક્રિકેટપ્રેમીઓ દ્વારા તેમની જન્મજયંતિએ શ્રઘ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે. તા. ર૧/૦૮/૧૯૭૮ સોમવારના રોજ તેમનું મુંબઇ ખાતે નિધન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News