આગામી રવિવારથી ઇસ્કોન મંદિરે ભગવત ગીતા સાપ્તાહિક કોર્ષ

  • April 14, 2026 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

આગામી રવિવારથી ઇસ્કોન મંદિરે ભગવત ગીતા સાપ્તાહિક કોર્ષ


કલર સ્લાઇડસ શો દ્વારા પ્રવચન, રોમાંચક પ્રશ્ર્નોતરી તેમજ ઘ્યાનની સરળ રીત સમજાવાશે


જામનગરનાં રાજકોટ હાઇવે પર આવેલ ઇસ્કોન મંદિર ખાતે તા.૧૯ એપ્રિલથી ૨૪ એપ્રિલ દરમ્યાન ભગવત ગીતા સાપ્તાહિક કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.


જામનગરની ભાગોળે આવેલ ઇસ્કોન મંદિર ખાતે આગામી રવિવારથી શુક્રવાર દરમ્યાન ભગવત ગીતાની ૬ દિવસીય પદ્ધતિસર અને વૈજ્ઞાનિક સાપ્તાહિક કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલર સ્લાઇડસ શો દ્વારા પ્રવચનો, રોમાંચક પ્રશ્ર્નોતરી, ઘ્યાનની સરળ રીત સમજાવવામાં આવશે. 


આ ભગવદ ગીતા સાપ્તાહિક કોર્ષમાં મનુષ્ય જીવનનું ઘ્યેય અને ઘ્યેય પ્રાપ્ત કરવા માટે સાચુ જ્ઞાન કેવી રીતે મેળવવું, આત્માનો વિજ્ઞાન શા માટે વિવિધ શાસ્ત્રો, ધર્મો અને ભગવાન, વિવિધ યોગ પદ્ધતિઓ અને સર્વશ્રેષ્ઠ યોગ પદ્ધતિઓ અને ભગવદ ગીતાનું વ્યવહારિક આચરણ રાખવામાં આવેલ છે. 


આ ભગવદ ગીતાની છ દિવસીય પદ્ધતિસરની વૈજ્ઞાનિક રજુઆતમાં પાર્ટીસીપેટ થનાર વ્યકિતએ ફકત ટોકન ચાર્જ આપવાનો રહેશે અને સાપ્તાહિક કોર્ષનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાનો રહેશે. તેમજ દરેક પાર્ટીસીપેટ માટે દિવ્ય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે મો.નં. ૯૭૨૩૪૯૦૬૨૦ જીવનકૃષ્ણદાસજીનો સંપર્ક કરવો. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News