જામનગર: કાલાવડના સતીયા ગામમાં પ્રેમસંબંધના ખારમાં ફિલ્મી ઢબે હુલ્લડ મચાવનાર ત્રણ આરોપીઓના જામીન મંજુર
સતીયા ગામે વસવાટ કરતા ફરીયાદી મયુરભાઈ માલાને કુટુંબી ફઈ લાભુબેનની દીકરી સાથે પ્રેમસંબંધ હોય, અને બંન્ને એકબીજા સાથે ભાગી ગયેલ હોય, ત્યારબાદ ભરવાડ સમાજના બંન્ને પક્ષે સમાધાનની મીટીંગ કરવામાં આવેલ અને આ સમાધાનની મીટીંગમાં ભરતભાઈ કરણાભાઈ ઝાપડાએ ઉશ્કેરાઈ જઈ અને ફરીયાદીના કાકા લખમણભાઈ માલા સાથે બોલાચાલી કરી અને તેમને ઝાપટ મારી દઈ અને આ સમાધાનની મીટીંગમાંથી જતાં રહેલ ત્યારબાદ રાત્રીના સમયે આ ભરતભાઈનો ફોન આવેલ અને ધમકી આપેલ કે, અમારી દીકરીને લઈ અને જતાં રહેલ છો તમે તૈયાર રહેજો તેવી ધમકીઓ આપી અને ફીલ્મીઢબે મોટરકારમાં આવી અને ૨૨ જેટલા આરોપીઓ મોટરકારમાં લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા લઈ અને આવેલ અને સમગ્ર ગામમાં આતંક ફેલાવેલ અને હથીયારો સાથે સતીયા ગામમાં હુલ્લડ મચાવેલ અને ફરીયાદીના કુંટુંબી બહેનના માથાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદાથી પાઈપ મારેલ જેથી તેઓને ગંભીર ઈજાઓ થતાં તેઓ બેશુદ થઈ ગયેલ અને આ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલ અને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ.
જે બાબતનો ગુનો કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ નોંધાવેલ, જેમાં આરોપી ચકુભાઈ ગોલતર તથા ઉકાભાઈ ગોલતર અને જયદીપભાઈ વરૂએ જામીન મુક્ત થવાની અરજી દાખલ કરતા, તપાસ કરનાર પોલીસે અદાલતમાં સોગંદનામું રજુ કરી અને વાંધા લીધેલ અને સરકાર પક્ષે વાંધાઓ લેવામાં આવેલ, જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ, તમામ દલીલો બાદ અદાલતે આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી ચકુભાઈ ગોલતર, ઉકાભાઈ ગોલતર અને જયદીપભાઈ વરૂને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા