આજીડેમ ચોકડી વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી પોણા બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ પુત્રીનો જન્મ થતાં બંનેને તરછોડી દેતાં યુવતીએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સંકજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે આજીડેમ ચોકડી નજીક રહેતી ૨૩ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત મૂળજી ચંદ્રપાલનું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી તેમની માતા સાથે રહે છે. તેણીના પિતા છેલ્લા બારેક વર્ષથી કચ્છમાં રહે છે અને તેણીને સંતાનમાં ત્રણ માસની એક દિકરી છે. પોણા બે વર્ષ પહેલા તેણી કેટરર્સમાં કામે જતી હતી. તે વખતે તેણીના મીત્રનો મિત્ર ભરત ચંદ્રપાલ પણ સાથે કેટરર્સમાં ક્યારેક ક્યારેક કામ પર આવતો હતો. તા. ૧૮ જુલાઈ ૨૦૨૪ માં બંને પરીચયમાં આવેલ હતા.
દરમિયાન તેણીને તેમના મિત્ર સાથે ઝગડો થતા તેની સાથે સંબંધો તુટી ગયેલ અને તે વખતે અચાનક તેણીના ફોમાં અજાણ્યા નંબરથી ફોન આવેલ કે, હું તમારા મિત્રનો મિત્ર ભરત ચંદ્રપાલ બોલુ છું, તુ મારી સાથે મિત્રતા રાખ, હું તને સાચવીશ અને તારો ખ્યાલ રાખીશ તેમ ફોનમાં જણાવેલ હતું. જેથી તેનો નંબર બ્લોક લીસ્ટમાં રાખી દીધેલ અને ત્યારબાદ ભરત ધરે અવાર-નવાર મળવા માટે આવતો અને બહાર ફરવા માટે લઈ જતો હતો. તે દરમ્યાન કે.ડી.એમ ગેસ્ટ હાઉસમાં તેણી સાથે શરીર સંબંધ બાંધેલ હતો.
ભરત સાથે ફોનમાં વાતચીત થતી તે માતાને ન ગમતુ હોવાથી માતા સાથે ઝગડો થતો હતો. જેથી તે વખતે ભરત તેમની સાથે સારી રીતે રાખતો અને સાચવતો હતો. તેણીને લગ્ન કરવા માટેની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ રાખતો હતો. ત્યારબાદ તે અવાર નવાર દારૂ પી બોલાચાલી કરી ઝગડો કરતો અને તે વખતે તે દારૂ પીવાના કેસમાં પોલીસ સ્ટેશનમાં પકડાતા ત્યારે તેમને છોડાવા માટે જતી તેમ છતા બોલાચાલી ઝગડો કરતો હતો. આરોપી ભરત સાથે શારીરીક સંબંધ હોવાથી તેમનાથી તેણીને ગર્ભ રહી ગયેલ તેમ છતા અનેક વાર બોલાચાલી કરી ઝગડો કરતો હતો.
તેણીને અધુરા માસે બાળકનો જન્મ થતા બાળકના જન્મથી બે દીવસમાં મુત્યુ પામેલ અને ફરીવાર ભરતથી સંતાનમાં એક દિકરી હર્ષીતા છે. તેનો જન્મ તા.૦૨/૦૩/૨૦૨૬ ના રોજ થયેલ અને બંને કોઠારીયા સોલવંટ હુસેની ચોક ખાતે ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. ગઈ તા.૩૧/૦૫ ના રોજ ભરત તેણી પાસેથી રૂપીયા માંગતો હોય જે બાબતે તેની સાથે બોલાચાલી થયેલ અને તે દિવસે તેના મિત્ર અકરમનો ફોન આવેલ કે, ભરત કોઈ અન્ય સ્ત્રી સાથે ગેસ્ટહાઉસમાં ગયેલ છે જેથી ભરતના ફોનમાં ફોન કરતા તેણે ફોન ઉપાડેલ નહી. આમ ભરતે પોણા બે વર્ષથી લગ્ન કરવાના બહાને શોષણ કરી હવે લગ્ન કરવાની ના પાડતો હોય અને યુવતીને એકલી મુકીને જતો રહ્યો હોય આ ફરિયાદ નોંધાવી હતી.