જામનગરમાં કેસર અને આફુસ કેરીનું આગમન

  • April 13, 2026 11:38 AM 

જામનગરમાં કેસર અને આફુસ કેરીનું આગમન

જામનગરમાં કેસર અને આફુસ કેરીનું આગમન થઇ ચુકયુ છે. અથાણાની કાચી કેરી અને પાકી કેરી બજારમાં જોવા મળી રહી છે, કેસર કેરી કાચીનાં ૧૦ કિલોનાં ૮૦૦ થી ૧૫૦૦ જયારે પાકી કેરીનાં ૧૦૦૦ થી ૨૦૦૦, ૧૦ કિલોનાં તથા આફુસ કાચી કેરીનાં કિલોનાં ૧૨૫ થી ૨૫૦ જયારે પાકી કેરીનાં કિલોનાં ૨૦૦ થી ૩૦૦ રૂપિયા બોલાઇ રહ્યા છે તેમ જામનગરનાં કેરીનાં જાણીતા વેપારી નંદલાલભાઇ ખાટુમલ માખીજાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું  હતું. અત્રે નોંધનીય છે કે છેલ્લા એક માસમાં બે થી ત્રણ વખત જોરદાર પવન અને માવઠાનાં કારણે કેરીનાં પાક પર ભારે નુકશાન થવા પામ્યું છે. આંબા પરથી મોટા પ્રમાણમાં કાચી કેરી જમીન પર ખરી જવા પામી હતી અને કમોસમી વરસાદના કારણે કેરીમાં થ્રીપ્સ જેવા રોગના કારણે પાકને ઘણુ નુકશાન થવા પામ્યું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે માવઠાના કારણે કેરીનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 
​​​​​​​

                                                                                                                                    
                                                                                                                                      



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News