નવા વર્ષના પહેલા જ દિવસે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની એક હોટલમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, આ કેસમાં પોલીસે હત્યાના આરોપીની અટકાયત કરી છે જેણે પોતાના પરિવારની હત્યા કરી છે. આરોપીના કબૂલાતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે લખનૌ પોલીસ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી રહ્યો છે.
આરોપી અસદે પોતાના વીડિયોમાં કહ્યું - અસલામ વાલેકુમ , મારું નામ મોહમ્મદ અસદ છે. આજે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓથી કંટાળીને સમગ્ર પરિવારે મજબૂરીમાં આ પગલું ભર્યું છે. આજે મારા જ હાથે મેં મારી બહેનોને અને મારી જાતને મારી નાખી છે. જ્યારે પોલીસને આ વિડિયો મળે, ત્યારે તમેં જાણો કે આ બધા માટે ઝૂંપડપટ્ટીના લોકો જ જવાબદાર છે, તેઓએ અમારું ઘર છીનવી લેવા માટે ઘણા અત્યાચારો કર્યા છે. અમે અમારો અવાજ ઉઠાવ્યો પણ કોઈએ સાંભળ્યું નહીં, 10-15 દિવસ થઈ ગયા અમે ફૂટપાથ પર સૂઈએ છીએ, ઠંડીમાં રઝળી રહ્યા છીએ , અમારા ઘર ઝૂંપડપટ્ટીના લોકોએ છીનવી લીધા છે.
લખનૌ હત્યા કેસના આરોપીએ કહ્યું કે અમારી પાસે ઘરના કાગળો છે અને અમે તે મંદિરના નામે કરવા ઈચ્છતા હતા, અમે અમારો ધર્મ બદલવા માગતા હતા. જો પોલીસને આ વિડિયો મળે તો લખનૌ પોલીસ અને યોગીજીને વિનંતી છે કે આવા મુસ્લિમોને ન છોડો, તમે જે પણ કરી રહ્યા છો તે ખૂબ જ સારી રીતે કરી રહ્યા છો. આ મુસ્લિમો દરેક જગ્યાએ જમીન પર કબજો કરે છે, અમે તેમની સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે તે કરી શક્યા નહીં, અમારા મૃત્યુ માટે મુખ્ય જવાબદાર આખી કોલોનીના લોકો છે.
'મેં મજબૂરીમાં મારી બહેનોની હત્યા કરી'
આ સાથે જ અસદે પોતાના વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે રાનૂ અને આફતાબ અલી ખાન, સલીમ ડ્રાઈવર અહેમદ રાનુ, આરિફ અઝહર અને તેના સંબંધીઓ જેઓ ઓટો ચલાવે છે, આ લોકો છોકરીઓને વેચે છે, તેમની યોજના અમને લોકોને જેલમાં મોકલી અમારી બંને બહેનોને હૈદરાબાદમાં છોકરી સપ્લાય કરતા શખ્સ ને વેચવાની હતી,અમે અમારી બહેનોને વેચવા માંગતા નથી, તેથી આજે એક-બે વાગ્યાના આ સમયે અમે અમારી બહેનોને મારવા મજબૂર છીએ. જોવું હોય તો જુઓ, હું તમને આ લોકોના ચહેરા બતાવી રહ્યો છું. જુઓ મેં મારી લાચાર બહેનોને કેવી રીતે મારી નાખી.
'દરેક મુસ્લિમ ખોટો નથી હોતો '
આરોપીએ દાવો કર્યો કે બજરંગ દળ અને ભાજપના લોકોએ અમને મદદ ન કરી. હું વીડિયો પરથી કહેવા માંગુ છું, આ મોટા જુઠ્ઠા લોકો છે. અમે બદાયું ના રહેવાસી છીએ. અમારી કાકી સાથે રહીએ છીએ, પુરાવા મળી જશે, આ લોકોએ અમારા પર ખોટો આરોપ લગાવ્યો છે કે અમે બાંગ્લાદેશના છીએ. અમે અમારો ધર્મ બદલવા માગતા હતા જેથી અમે શાંતિથી રહી શકીએ. ભારતમાં કોઈ પણ પરિવારને ફરી આમાંથી પસાર ન થવું પડે. પીએમ મોદી અને સીએમ યોગી, તમે ખોટા છો, દરેક મુસ્લિમ ખોટા નથી હોતા જે તમે વિચારો છો. હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ લોકોને સખતમાં સખત સજા મળવી જોઈએ.
'હિંદુઓએ અમને મદદ ન કરી'
અસદે કહ્યું, તમે ઘણા નેતાઓ અને પોલીસકર્મીઓને પૂછી શકો છો. અમે પણ હિંદુ ધર્મમાં પરિવર્તન કરવા માગતા હતા, તે ઘરની અંદર ફક્ત મંદિર બનવું જોઈએ અને જેટલો પણ અમારા ઘરનો સામાન છે તે ક્યાંક દાનમાં આપી દેજો.તમે લોકો કહો છો કે દીકરી બચાવો, દીકરીને ભણાવો, શું કોઈ પોતાની દીકરીને ભણાવી શકે? હવે અમને સળગાવો કે દફનાવવો એ તમારી મરજી છે પણ અમને ન્યાય આપો. હિંદુઓએ અમને મદદ નથી કરી, અમને કોઈએ મદદ કરી નથી, તમે છેલ્લી આશા છો કે અમને મૃત્યુ પછી તો ન્યાય મળે!
નવા વર્ષના પહેલા જ દિવસે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની એક હોટલમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, આ કેસમાં પોલીસે હત્યાના આરોપીની અટકાયત કરી છે જેણે પોતાના પરિવારની હત્યા કરી છે. આરોપીના કબૂલાતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે લખનૌ પોલીસ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'લવયાપા થી ડેબ્યુ કરી રહેલા જુનૈદને શાહરૂખ-સલમાનના આશીર્વાદ
January 04, 2025 12:02 PM'શોલે'નો એ સીન કે જે પરદા પર ક્યારેય નથી દેખાયો તે સામે આવ્યો
January 04, 2025 11:59 AM'પાતાલ લોક 2'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, ફેન્સ ઉત્સાહિત
January 04, 2025 11:58 AMન્યૂક્લિયર સાયન્ટીસ્ટ રાજગોપાલ ચિદમ્બરમનું નિધન, પોખરણ પરમાણુ પરીક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી
January 04, 2025 11:57 AM'સરફિરા': બોક્સ ઓફિસ પર બુરા હાલ, ઓટીટી પર દમદાર
January 04, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech