જામનગર : સલાયામાં નશાકારક સીરપ પ્રકરણમાં આરોપીને ૧૧ વર્ષની સખત કેદ

  • April 17, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર : સલાયામાં નશાકારક સીરપ પ્રકરણમાં આરોપીને ૧૧ વર્ષની સખત કેદ


૧ લાખનો દંડ ફટકારતી ખંભાળિયાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ


ખંભાળીયાના સલાયા ગામે રહેતા મહમદમીયા જાવેદમીયા કાદરી નામના શખ્સએ વર્ષ ૨૦૨૩ના સમયગાળામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે નશાકારક કોડેઈન યુક્ત સીરપની ૧૪ બોટલ પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાખતા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી, ઉપરોક્ત શખ્સની ૧૪૦૦ લીટર (૧૪ બોટલ) કફ સીરપ તથા એક મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી, તેની સામે સલાયા મરીન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.


આ પ્રકરણમાં પોલીસે તપાસના અંતે ગુના સંદર્ભેનું ચાર્જશીટ અદાલતમાં રજૂ કર્યું હતું. આ કેસ ખંભાળિયાની નામદાર એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણને અનુલક્ષીને મદદનીશ જિલ્લા સરકારી વકીલ બી.એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ મહત્વના સાહેદોની જુબાની વિગેરે ધ્યાને લઈને અદાલતે આરોપી મહમદમીયા જાવેદમીયા કાદરીને એનડીપીએસના ગુનામાં તકસીરવાન ઠેરવી, ૧૧ વર્ષની સખત કેદ તથા રૂપિયા એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News