જામનગર  :  નંદાણા ગામના યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • April 27, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  નંદાણા ગામના યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત


રણુંજા રોડ પર રાહદારી પ્રૌઢ પડી જતા બેભાન અવસ્થામાં મોત


જામજોધપુરના નંદાણા ગામના વતની યુવાને  બે દિવસ પહેલા ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ થયુ છે અને કાલાવડના રણુંજા રોડ પર ચાલીને જઇ રહેલા પ્રૌઢ અચાનક પડી જતા બેભાન હાલતમાં સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયાનું જાહેર કરાયુ હતું. 


જામજોધપુરના નંદાણા ગામમાં રહેતા પ્રતિક પ્રકાશભાઇ કાંબરીયા (ઉ.વ.૨૨) નામના યુવાને તા. ૨૪ રાત્રીના સુમારે કોઇપણ કારણસર જામનગર જી.જી. હોસ્પીટલ સામે આવેલ નહેરુ કોલોની ખાતે મકાન માલિકના ઘરે ઉપરના માળે આવેલા રૂમના પંખામાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી આથી ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું. આ અંગે રીતેશભાઇ ચૌહાણ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરતા પીએસઆઇ કેસવાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી છેે.


બીજા બનાવમાં કાલાવડના રણુંજા રોડ પર આવેલ એવન્યુ પાર્ક સોસાયટીમાં રહેતા છગનભાઇ ગોપાલભાઇ સાંગાણી (ઉ.વ.૭૩) નામના પ્રૌઢ તા. ૨૪ના રણુંજા ચોકડીએથી બાલ દાઢી કરાવીને ચાલીને ઘર તરફ જતા હતા ત્યારે હીરપરા સ્કુલ સામેના ગેઇટના કાચા રસ્તે ચાલતા ચાલતા પડી જતા ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયા હતા, સારવારમાં તેઓને લઇ જતા ત્યાં તેમનું મૃત્યુ નિપજયુ હતું આ અંગે અતુલભાઇ સાંગાણીએ ટાઉન પોલીસમાં જાણ કરી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application