પાટણથી ગુમ થયેલો યુવાન ભાવનગરમાંથી મળી આવ્યો

  • June 05, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ચેકીંગમાં રહેલ એસઓજીએ પાટણ જિલ્લાના વાગડોદ ગામેથી ગુમ થયેલા યુવાનને શોધી તેના વાલી-વારસને સોંપ્યો હતો.
એસ.ઓ.જી. શાખાના ઇ.ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા અને જે.ડી.બારોટ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના હેડ કોન્સ મહિપાલસિંહ ગોહિલ સહિત એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સાથે રેલ્વે સ્ટેશન ખાતે ચેકીંગ કાર્યવાહી કરતા હતા ત્યારે પાટણ જીલ્લાના વાગડોદ પોલીસ મથકમાં  ગુમ થયા અંગે જાણવા જોગ નં. ૦૬/૨૦૨૫થી નોંધાયેલા ફરિયાદ   ગુમ થયેલ યુવાન રોહિતજી  ભાઇચંદજી બળવતજી ઠાકોર (ઉ.વ. ૧૯ રહે. ભાટસણ તા.સરસ્વતી જી.પાટણ) મળી આવતા તેને પ્રથમ  નિલમબાગ પોલીસ મથક ખાતે લાવી જરૂરી કાનૂની કાર્યવાહી કરી યુવાનને  તેના વાલી વારસને સોપી આપ્યો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઈં.ઈ પોલીસ ઇન્સપેકટર  ડી.યુ.સુનેસરા,પો. ઇન્સ. જે.ડી.બારોટ,હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ,ધર્મરાજસિંહ જાડેજા પાર્થભાઇ ધોળકીયા તેમજ  મીનાજભાઇ ગોરી  સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application