યુવા ઉધોગપતિ જીતુ લાલ વધુ બે સંસ્થાઓની જવાબદારીમાંથી સ્વૈચ્છીક રીતે મુક્ત

  • July 01, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રધુવંશી અગ્રણી જીતુભાઈ લાલે વેપાર - ઉધોગ - સામાજીક - ધાર્મિક ક્ષ્ોત્રની ર0 જેટલી સંસ્થાઓની જવાબદારીને ન્યાય આપવા ર્ક્યો નિર્ણય: સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસીએશનના પ્રમુખપદેથી સ્વૈચ્છીક નિવૃતી જાહેર કરતાં જ જામનગરના ગ્રેઈન માર્કેટના વેપારીઓએ અવિરત જીતુભાઈ લાલ જ પ્રમુખ પદે રહે તેવી લાગણીઓ વ્યક્ત કરી...


જામનગરના અગ્રણી યુવા ઉધોગપતિ જીતુભાઈ લાલે વધુ બે સંસ્થાઓની જવાબદારીમાંથી સ્વૈચ્છીક રીતે મુક્ત થવાની જાહેરાત કરવા સાથે જામનગર સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસીએશનના પ્રમુખ તરીકે તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સમિતિના સભ્યપદેથી સ્વૈચ્છીક રીતે મુક્ત થયા છે.


જામનગર શહેરના પ્રતિષ્ઠિત ઉધોગપતિ પરિવારના યુવા સૂત્રધાર જીતુભાઈ લાલ શહેર - જીલ્લા - સૌરાષ્ટ્ર તેમજ પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરની ર0 જેટલી વેપાર - ઉધોગ ક્ષ્ોત્રની તેમજ સામાજીક - ધાર્મિક ક્ષ્ોત્રની સંસ્થાઓમાં વિવિધ હોાઓ પર જવાબદારી સંભાળી રહયા છે.


આ રીતે વિવિધ ક્ષ્ોત્રમાં વધતી જવાબદારીઓને સારી રીતે ન્યાય આપી શકાય તે નજર સમક્ષ્ા રાખીને જીતુભાઈ લાલે જામનગર લોહાણા મહાજનના પ્રમુખપદે સતત ર3 વષ્ર્નિી સેવા આપ્ય્ાા પછી તાજેતરમાં સ્વૈચ્છીક નિવૃતી લીધી છે.


એ પછી જીતુભાઈ લાલે જામનગર શહેરની અગ્રણી વ્યાપારી સંસ્થા ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે 18 વષ્ર્િ સેવા આપ્યા પછી સર્વે કારોબારી સભ્યોની તથા ગ્રેઈન માર્કેટના વેપારીઓની લાગણી હોવા છતાં જીતુભાઈ લાલે વિનંતી કરી પ્રમુખપદેથી સ્વૈચ્છીક રીતે નિવૃતી લીધી.


આ રીતે જુદી - જુદી સંસ્થાઓની મહત્વપૂર્ણ જવાબદારીઓમાંથી સ્વૈચ્છીક નિવૃતિ લઈને જીતુભાઈ લાલે એક નવો સંદેશ સમાજને આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application