કોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ

  • May 24, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોવિડ-19 ના નવા JN.1 વેરિઅન્ટના કેસોમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે, જેણે ફરી એકવાર ચિંતા જગાવી છે. મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં પણ આ વેરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે.


વિશ્વભરમાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. થાઈલેન્ડમાં એક અઠવાડિયામાં 50,000 નવા કેસ નોંધાતા પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થાય છે. ભારતમાં પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલોને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા સૂચનાઓ જારી કરી છે.


​​​​​​​JN.1 વેરિઅન્ટના લક્ષણોમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને માથાનો દુખાવો શામેલ છે. જોકે, આ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. લોકોએ સાવચેતી રાખવા અને કોવિડ-19 ના પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું અને હાથ વારંવાર ધોવા જેવી સાવચેતીઓ અત્યંત જરૂરી છે.

આરોગ્ય નિષ્ણાતો લોકોને ભીડવાળી જગ્યાઓ ટાળવા અને જો કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને ડોક્ટરની સલાહ લેવા જણાવી રહ્યા છે. સરકાર દ્વારા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application