દ્વારકા નજીક ડમ્પરની હડફેટે સ્કૂટર સવાર મહિલા ઈજાગ્રસ્ત

  • February 27, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન મનોજભાઈ પ્રેમજીભાઈ ધોધલીયા નામના 40 વર્ષના પરિણીત ખારવા મહિલા ગત તા. 10 ના રોજ તેમના જી.જે. 37 એચ. 4991 નંબરના એક્ટિવા મોટરસાયકલ પણ બેસીને પોરબંદર માર્ગ પર ધીંગેશ્વર મહાદેવના મંદિર સામે આવેલા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવી અને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 યુ. 50 77 નંબરના એક ડમ્પર ટ્રકના ચાલક માલદેભાઈ મોઢવાડિયા (રહે. પોરબંદર) એ ક્રિષ્નાબેનના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં ડમ્પરનું તોતિંગ ટાયર ક્રિષ્નાબેનના ડાબા હાથ પર ફરી વળતા તેણીને લોહી લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માતમાં તેણીનો ડાબો હાથ કાપવો પડ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ડમ્પર ચાલક માલદેભાઈ મોઢવાડિયા સામે બી.એન.એસ. તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application